...
   

મેંગો જ્યુસના નામ પર શું પી રહ્યા છો તમે ? ફેક્ટ્રીમાં આવી રીતે બનાવવામાં આવે છે ટેટ્રા પેકવાળો જ્યુસ- જોઇને જ કરી દેશો ઉલ્ટી

મેંગો જ્યુસ પીવો છો શું ? જરા એકવાર જોઇ લો આ વીડિયો- કરી દેશો ઉલ્ટી

દાયકાઓથી ભારતીય ઘરોમાં કેરીનો રસ એક ઉત્તમ ડ્રિંક રહ્યો છે. લોકોને એટ્રેક્ટ કરવાવાળી ટેગલાઈનથી લઈને સેલિબ્રિટી સપોર્ટ સુધી, બધાએ આ બોટલબંધ ડ્રિંકને પ્રમોટ કર્યુ છે. ગરમીથી ત્રસ્ત ગ્રાહકો પણ ઠંડા પીણા પીવા માટે કંઈક આવું જ શોધે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ્યુસમાં કોઈ કેરી છે કે નહીં ? તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ કન્ટેન્ટ ક્રિએટરે એક જ્યુસ પ્રોસેસિંગ પ્લાન્ટમાંથી એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો.

આ વીડિયોમાં એક યલો રંગના તરલ પદાર્થને લાલ અને નારંગી ફૂડ કલર, શુગર સિરપ અને અન્ય રસાયણો સાથે એક ચૂર્ણ મશીનમાં ભેળવવામાં આવે છે. આ પછી પ્રોસેસ્ડ લિક્વિડને પ્લાસ્ટિક પેપર પેકેટની બોટલોમાં ભરવામાં આવે છે અને તેને મોટા કાર્ટનમાં પેક કરવામાં આવે છે. ઘણા મજૂરોની મદદથી વિક્રેતાઓને પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવે છે. “ટેટ્રા પેક કેરીનો રસ” કેપ્શન સાથે આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

વીડિયો પોસ્ટ થતાની સાથે જ ઈન્ટરનેટ યુઝર્સે કોમેન્ટ બોક્સમાં ઘણી પ્રતિક્રિયાઓ આપી. ઘણા લોકોએ આ વીડિયો પર નિરાશા વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું, “હું સોશિયલ મીડિયા માટે ભગવાનનો આભાર માનું છું. મેં ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાનું કે પીવાનું બંધ કરી દીધું છે. આ બધા સ્વાદિષ્ટ 200% ફળોના રસ હવે હું પીતો નથી. હવે તે મારા માટે પાણી છે. હું નળનું પાણીસ સ્પાર્કલિંગ પાણી, વ્હિસ્કી કે વાઇન પીવું છુ. ભગવાન સોશિયલ મીડિયાને આશીર્વાદ આપે. મેં કેટલીક વાસ્તવમાં ડરાવની વસ્તુઓ દેખી છે.

 

View this post on Instagram

 

A post shared by YOUR BROWN ASMR (@yourbrownasmr)

Shah Jina