...
   

દુઃખદ સમાચાર: અભિનેત્રી અનન્યા પાંડેને વધુ એક ઝટકો, આ નજીકના વ્યક્તિએ કહ્યુ અલવિદા- છૂટ્યો 16 વર્ષનો સાથ

અનન્યા પાંડે તેની ફિલ્મો કરતાં તેના અંગત જીવન માટે વધુ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તે આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપને લઇને ચર્ચામાં હતી ત્યાં ફરી એકવાર તે અચાનક લાઇમલાઇટમાં આવી ગઈ છે. પરંતુ આ વખતે કારણ કંઈક બીજું છે. અનન્યા પાંડેના ઘરેથી દુખદ સમાચાર સામે આવ્યા છે.

અનન્યા પાંડેના નજીકના વ્યક્તિનું નિધન થયું છે, જેની માહિતી અભિનેત્રીએ પોતે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરી છે. અનન્યાએ એક ઈમોશનલ નોટ શેર કરીને ચાહકો સાથે આ દુઃખદ સમાચાર શેર કર્યા છે, અભિનેત્રીએ તેના સાથે 16 વર્ષનો લાંબો સમય વિતાવ્યો છે, તે દરેક સુખ-દુઃખમાં તેનો સાથી હતુ, જેનું નામ ફજ હતું.

અનન્યાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને તેના પાલતુ ડોગના નિધનની માહિતી આપી, જેમાં તેણે ફજ સાથે તેના બાળપણથી લઈને અત્યાર સુધીની તમામ સુંદર પળોની તસવીરો પણ શેર કરી છે. આ તસવીરોમાં અનન્યા પાંડે તેની માતા, બહેન અને ફજ સાથે જોવા મળી રહી છે.આ સાથે તેણે એક ઇમોશનલ નોટ પણ શેર કરી.

તેણે લખ્યુ- 2008- શાંતિથી આરામ કરો ફજ, હું તને પ્રેમ કરુ છુ ફાઇટર.. જીવનના 16 વર્ષ ઘણા ખુશીઓથી ભરેલા રહ્યા, હું તને દરરોજ યાદ કરીશ. અનન્યા પાંડેના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેની નવી વેબ સિરીઝ ‘કૉલ મી બે’ 6 સપ્ટેમ્બરે પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં અનન્યાનો વેસ્ટર્ન લુક જોવા મળશે, હવે જોવાનું એ રહેશે કે લોકોને આ સીરીઝ કેટલી પસંદ આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ananya 🌙 (@ananyapanday)

Shah Jina