...
   

આ મહિલા ક્રિકેટરે કર્યું હતું વિરાટ કોહલીને પ્રપોઝ, હાલમાં જ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન- જુઓ ફોટોઝ

એક સમયે વિરાટ કોહલીને પ્રપોઝ કરનાર ઇંગ્લિશ મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે.ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ વ્યાટે તાજેતરમાં જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા હાવેસ સાથે લગ્ન કર્યા છે. આ કપલે ગયા વર્ષે સાઉથ આફ્રિકામાં સગાઈ કરી હતી. હવે તેઓએ 22 ઓગસ્ટે ચેલ્સીના ઓલ્ડ ટાઉન હોલમાં તેમના નજીકના મિત્રો સાથે લગ્ન કર્યા હતા, જેનો હવે ખુલાસો થયો છે. બંનેની ઉંમર 33 વર્ષ છે. જ્યોર્જિયા વ્યવસાયે સ્પોર્ટ્સ એજન્ટ છે.

આ કપલે તેમના લગ્નમાં સુંદર સફેદ ગાઉન પહેર્યુ હતું . ભારતીય ક્રિકેટ ચાહકો માટે ડેનિયલ વ્યાટ નવું નામ નથી. કારણ કે ડેનિયલે વર્ષ 2014માં ટ્વિટ કરીને વિરાટ કોહલીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું અને આ ટ્વીટ વાયરલ પણ થયું હતું.


ડેનિયલ વ્યાટ સચિનના પુત્ર અર્જુન તેંડુલકરના મિત્ર પણ રહી ચૂક્યા છે. ડેનિયલ અને અર્જુન 2010થી એકબીજાને ઓળખે છે. જ્યારે અર્જુન તેંડુલકર 10 વર્ષનો હતો ત્યારે તેને નેટ્સમાં બોલિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી બંને મિત્રો બની ગયા.


આ સિવાય ડેનિયલે તેની એક ઈન્સ્ટા સ્ટોરીમાં વર્ષ 2022માં અર્જુન સાથે લંડનમાં લંચ કરવાની સ્ટોરી પણ શેર કરી હતી. આ પછી, અફવાઓ ઉડવા લાગી કે આ બંને ડેટિંગ કરી રહ્યા છે. પરંતુ વ્યાટે 2023 માં તેની ગર્લફ્રેન્ડ સાથે ફોટો શેર કરીને બધી અફવાઓ પર વિરામ મૂકી દીધો.

Swt