ઈન્ટરનેટ પર સિંહના શિકાર અને હુમલાના ઘણા વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક લોકોને આવા વીડિયોમાં રસ પણ હોય છે, જો કે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોયા પછી તમને શરીરમાં કંપારી છૂટી જશે. ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહેલો વીડિયો જંગલના રાજા સિંહનો છે.
વીડિયોમાં સિંહ રસ્તા પર ફરતો જોઇ શકાય છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે સિંહ રસ્તા પર હતો ત્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ રસ્તા પર હાજર હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને ત્યાં હાજર લોકોની હાલત ભયના કારણે ખરાબ થઈ ગઈ હતી.
આ વીડિયોને ઈન્સ્ટા પર @wildtrails.in નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ગુજરાતના ગીરના એક ગામનો હોવાનું કહેવાય છે, જેમાં સિંહ ભીડવાળા રસ્તા પર પોતાની સ્ટાઈલમાં ચાલતો જોવા મળે છે. સિંહને જોઈને ત્યાં હાજર લોકો ડરી જાય છે અને પોતાને બચાવવા માટે રસ્તો છોડી દે છે.
View this post on Instagram