તમે ટુ વ્હીલરમાં 5 કે 6 લોકોને મુસાફરી કરતા જોયા હશે, કદાચ 10 લોકોને 5 સીટર કારમાં પણ મુસાફરી કરતા જોયા હશે, પરંતુ અમે તમને અહીં જે બતાવવા જઈ રહ્યા છીએ તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. વાસ્તવમાં એક વ્યક્તિએ પોતાની અલ્ટો કારને માલગાડી બનાવી દીધી. તેની છત પર એટલી બધી સામગ્રી હતી કે તે કેવી રીતે આગળ વધશે તે કહેવું મુશ્કેલ હતુ. તેના પર નજર રાખવા માટે ત્રણ લોકોને પણ બેસાડવામાં આવ્યા હતા.
હજુ તો આ કંઇ નથી… આ કારની અંદર જે હતુ તેના પર તો વિશ્વાસ કરવો મુશ્કેલ છે. કારની અંદર એક ઊંટને બેસાડવામાં આવ્યો હતો, તે બારીની બહાર ગરદન નીકાળી રહ્યો હતો. આ ફની વીડિયો @rajlove7594 ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ જૂના મોડલની અલ્ટો કારનો વીડિયો વાયરલ થયા બાદ તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.
આ ક્લિપ ક્યાંથી લેવામાં આવી છે તે જાણી શકાયું નથી પરંતુ લોકોએ અનુમાન લગાવ્યું છે કે માત્ર પાકિસ્તાનીઓ જ આ પરાક્રમ કરી શકે. ફની કોમેન્ટ કરતી વખતે એક વ્યક્તિએ લખ્યું- આ વ્યક્તિએ પહેલા ઊંટને બેસાડ્યો હશે અને પછી કાર બનાવી હશે. જ્યારે અન્ય એકે કહ્યું- ભાઈ, આ કાર છે, માલગાડી નહિ. એક બીજા યુઝરે કહ્યું- ઊંટને ઉલટી થાય છે ભાઈ, કાર રોકો.
View this post on Instagram