દરેક વ્યક્તિ જાણે છે કે પાકિસ્તાન રોકાણ માટે બિલકુલ સુરક્ષિત દેશ નથી અને આ કારણોસર વિદેશી રોકાણકારો અહીં આવતા અચકાય છે. જો કોઈ રોકાણકાર હિંમત ભેગી કરી કંઈક કરવાનું વિચારે તો પણ તેની સાથે એવી ઘટના બને છે કે જેને કારણે બીજા પણ ચિંતામાં મૂકાઇ જાય છે. આવો જ એક કિસ્સો કરાચીથી સામે આવ્યો છે જ્યાં એક મોલમાં તેના ઉદ્ઘાટનના દિવસે લૂંટ થઈ હતી. રીપોર્ટ અનુસાર, મોલના ઉદ્ઘાટનના દિવસે લોકોને આકર્ષવા માટે જોરદાર ઓફરો આપવામાં આવી હતી.
મોલે તેના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર કેટલાક પ્રમોશનલ વીડિયો અને જાહેરાતો પણ રજૂ કરી હતી. શુક્રવારે જ્યારે ઉદ્ઘાટન થયું ત્યારે અહીં લોકોની ભીડ જોવા મળી હતી. ભીડ એટલી બેકાબૂ બની ગઈ હતી કે લોકો લાકડીઓ લઈને અંદર ઘૂસી ગયા હતા. સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ હતી કે કરાચીના જોહર અને રાબિયા સિટી વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઇ જાય છે. તસવીરોમાં સેંકડો લોકો મોલની બહાર ફસાયેલા જોવા મળી રહ્યા છે, મોલમાં થયેલી લૂંટનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મોલની સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે ત્યાં કોઈ પોલીસ હાજર ન હતી. તોડફોડ દરમિયાન લોકોએ કપડાની ચોરી કરતો વીડિયો બનાવ્યો હતો. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આ બધું અડધા કલાકમાં જ થયું. તેણે બપોરે 3 વાગ્યે દુકાન ખોલી અને 3:30 સુધીમાં દુકાન સાફ થઈ ગઈ. વિદેશમાં રહેતા એક પાકિસ્તાની મૂળના વ્યક્તિ દ્વારા ખોલવામાં આવેલ આ ડ્રીમ બજારમાં તોડફોડથી કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા.
જ્યારે પોલીસ ટીમ ત્યાં પહોંચી તો લોકોએ મારામારી શરૂ કરી દીધી. ભારે ભીડને કાબુમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. પોલીસના લાઠીચાર્જમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. જો કે, બાદમાં પરિસ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી પરંતુ ત્યાં સુધીમાં મોલને ઘણું નુકસાન થઈ ચૂક્યું હતું.
This is what happened with that “Dream Bazar” opening today Mashallah the awaam such ethics 😍#Karachi pic.twitter.com/Ev5gOW4h4S
— Zubair Ahmed Khan (@ZubairKhanPK) August 30, 2024