...
   

એશ્વર્યા રાયની લાડલી આરાધ્યાને આ એક્ટર પર હતો ક્રશ ? અંકલ કહેવાની પાડી દીધી હતી ના; જાણો સમગ્ર મામલો

ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂર બોલિવૂડમાં સાથે કામ કરી ચૂક્યા છે, બંને વચ્ચે સારી મિત્રતા પણ છે. ઐશ્વર્યા રાયે એક જૂના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આરાધ્યા બચ્ચને એકવાર ભૂલથી રણબીર કપૂરને અભિષેક બચ્ચન સમજીને ગળે લગાવી દીધો હતો. તેની અને રણબીરની મિત્રતા વિશે વાત કરતી વખતે ઐશ્વર્યાએ કહ્યું હતું કે ‘આ અબ લૌટ ચલેં’ના સેટ પર રણબીર તેનો સારો મિત્ર હતો. એ મિત્રતા આજે પણ ચાલુ છે.

ઐશ્વર્યાએ કહ્યું હતું કે, હા, રણબીર ‘આ અબ લૌટ ચલેં’ના સેટ પર સારો મિત્ર હતો. અક્ષય ખન્ના પણ મારો મિત્ર હતો, તે સ્વીટ છે, પરંતુ તેનો પોતાનો મિજાજ છે. પરંતુ રણબીર અને મેં મિત્રતાને એન્જોય કરી, જે હજુ સુધી કાયમ છે. ઐશ્વર્યાએ આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે એકવાર રણબીર અને હું શૂટિંગ કરી રહ્યા હતા, આરાધ્યા સેટ પર આવી હતી. રણબીરે તે દિવસે અભિષેક બચ્ચનનું જેકેટ અને કેપ પહેરી હતી. એટલે આરાધ્યાએ વિચાર્યું કે તે અભિષેક બચ્ચન છે અને તેણે રણબીરને ગળે લગાવ્યો.

ઐશ્વર્યાએ જણાવ્યું કે તે દિવસથી આરાધ્યા રણબીરની આસપાસ શરમાઇ જતી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે તે દિવસથી અભિષેક પણ રણબીરને ચીડવતો હતો કે તેને (આરાધ્યા) તારા પર ક્રશ છે. ઐશ્વર્યાએ કહ્યું હતું કે તેણે રણબીરને આરાધ્યાથી રણબીર અંકલના રૂપમાં મળાવ્યો હતો, પણ આરાધ્યાએ રણબીરને અંકલ કહેવાની ના પાડી અને કહ્યું, ‘ના, આરકે’.

આરાધ્યાએ રણબીરને બે વખત અંકલ કહીને બોલાવ્યા, પરંતુ તે દિવસે અચાનક આરાધ્યાએ રણબીરને આર.કે. કહીને બોલાવ્યો અને આ સાંભળીને અમે બધા હસવા લાગ્યા. જણાવી દઈએ કે, રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય બચ્ચને 2016માં ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા અને પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન પણ જોવા મળ્યા હતા.

Shah Jina