...
   

ટીવીની આ પોપ્યુલર એક્ટ્રેસ બની માં, ખુશખબરી શેર કરી બતાવી પહેલી ઝલક- જુઓ વીડિયો

અંકિતા લોખંડેના ઘરે આવી નાની રાજકુમારી, વીડિયો શેર કરી બોલી- હમારી પ્યારી બેટી ! – વીડિયો શેર કરી બતાવી ઝલક

અંકિતા લોખંડે અને વિક્કી જૈન ટીવી ઇન્ડસ્ટ્રીના ફેવરેટ કપલ્સમાંથી એક છે. બિગ બોસમાં આવ્યા બાદ આ કપલે ખૂબ જ લોકપ્રિયતા મેળવી. ત્યારે હવે આ કપલના ઘરે ખુશીઓ આવી છે. અંકિતા લોખંડે અને વિકી જૈન માતા-પિતા બની ગયા છે. કપલે પોતે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી શેર કરી છે.

અંકિતા અને વિક્કી જૈનના ઘરે નવું મહેમાન આવ્યુ છે, જેની પહેલી ઝલક અંકિતાએ પોતાના ફેન્સ સાથે શેર કરી છે. મા બન્યા બાદ અંકિતા ઘણી ખુશ છે અને વીડિયોમાં તેના ચહેરા પરની ખુશી જોઈ શકાય છે. તમને જણાવી દઇએ કે, અંકિતા અને વિક્કી એક ક્યુટ બિલાડી લાવ્યા છે, જેની એક ઝલક કપલે શેર કરી છે.

અંકિતાએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું, ‘પરિવારમાં તમારુ સ્વાગત છે, અમારી નાની રાજકુમારી માઉ લોખંડે જૈન ! તમે અમારા પરિવારમાં સૌથી નવા સભ્ય છો. મમ્મી-ડેડી પહેલેથી જ તમને ખૂબ પ્રેમ કરે છે ! તમારી નાની મ્યાઉં અને દુલારે અમારું હૃદય ચોરી લીધું છે. તમારા નાના પંજા અમારા જીવનમાં અપાર ખુશીઓ અને આનંદ લાવે.’

‘પવિત્ર રિશ્તા’ એક્ટ્રેસે ખુશી જાહેર કરતા લખ્યું, ‘ગર્વિત માતાપિતા બનવા બદલ અમને બંનેને અભિનંદન! તમારી પ્રેમાળ હરકતોથી અમારું જીવન હાસ્ય, આલિંગન અને આનંદથી ભરાઈ જાય, માઉ. અમારા નવા નાનકડા બાળક સાથે રોમાંચ, રમતો અને સુખદ પળોની શુભેચ્છા! માઉ, તમે પહેલાથી જ પ્રેમભર્યા અને પ્રિય છો, અમારી પ્રેમાળ દીકરી!

Shah Jina