50 વર્ષની ‘મુન્ની’ એટલે મલાઈકાના ગ્લેમરના આગળ ફીકી પડી યંગ હિરોઇનો, ઢીલા ઢીલા યલો ડ્રેસમાં જોરદાર ફિગર દેખાડ્યું છે, જુઓ PHOTOS
છૈય્યા છૈય્યા અને મુન્ની બદનામ હૈ જેવા ગીતોથી હેડલાઇન્સ બનાવનાર મલાઇકા અરોરાને આજે કોઇ પરિચયની જરૂર નથી. ભલે તે અભિનેત્રી બનવા માટે ફિલ્મી દુનિયામાં આવી હોય, પરંતુ તેણે ફેશન દિવા તરીકે ઘણુ નામ કમાવ્યું છે. યોગા ફ્રીક અને ફિટનેસ ક્વીન મલાઇકા 50 વર્ષની છે, પણ તેના ચહેરા પરની ચમક યંગ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે.
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, મલાઈકા અરોરા દરેક લુકમાં સુંદર લાગે છે. તેનું દરેક ફેશન સ્ટેટમેન્ટ ઓન-પોઈન્ટ છે. તાજેતરમાં જ મલાઇકા યલો લહેેંગામાં જોવા મળી હતી. મલાઈકા અરોરા એક ઈવેન્ટમાં ગઈ હતી, જ્યાં તે યલો લહેંગો પહેરીને પહોંચી હતી. મલાઈકા કારમાંથી નીચે ઉતરી કે તરત જ યલો ડ્રેસમાં તેનો જાદુ બધે ફેલાઈ ગયો. આ લુક સાથએ મલાઈકાએ મોતી અને લીલા રત્નોથી સજ્જ સ્ટેટમેન્ટ ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ અને ન્યુડ મેકઅપ કર્યો હતો.
સોફ્ટ વેવ્ઝમાં મલાઇકાએ વાળને સ્ટાઇલ કર્યા હતા. ઈવેન્ટના વાયરલ વીડિયોમાં મલાઈકા તેના લહેંગાને એડજસ્ટ કરતી જોવા મળી હતી. આ લુકમાં મલાઈકા કોઈ રાજકુમારીથી ઓછી નહોતી દેખાઈ રહી. મલાઈકાએ પેપરાજીને અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ પણ આપ્યા હતા. મલાઇકા છેલ્લા કેટલાક સમયથી પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે.
મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચેના સંબંધોની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી, બંનેએ 2019માં સોશિયલ મીડિયા પર પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા હતા.મલાઈકા અને અર્જુનના લગ્નને લઇને ચાહકો પણ ઉત્સુક હતા. જો કે, જ્યારે તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા તો બધા ચોંકી ગયા. જો કે, મલાઈકા અરોરા અને અર્જુન કપૂર તરફથી તેમના બ્રેકઅપના સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ બંનેની પોસ્ટ જોઈને લાગે છે કે હવે કપલ અલગ થઈ ગયું છે.
View this post on Instagram