પ્રિયંકા ચોપરાના ભાઇએ ત્રીજીવાર કરી સગાઇ, પહેલા 2 વખત તૂટી ચૂક્યો છે સંબંધ- હવે થામ્યો સાઉથ એક્ટ્રેસનો હાથ
બોલિવૂડથી લઈને હોલિવૂડ સુધી વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી ચૂકેલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ હાલમાં જ તેની લોન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી. સિદ્ધાર્થની ખુશીમાં સામેલ થવા માટે પ્રિયંકા ચોપરા ભારત આવી હતી. સગાઇ બાદ રાત્રે કપલે તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી, જેને ખૂબ પસંદ કરવામાં આવી.
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને થવાવાળી ભાભી નિલમે ઈન્સ્ટાગ્રામ પર તેમની સગાઈની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં કપલ એકસાથે ખૂબ જ ખુશ અને રોમેન્ટિક દેખાઈ રહ્યા છે. આ દરમિયાન નીલમ પિંક લહેંગામાં જ્યારે સિદ્ધાર્થ ઓફ વ્હાઇટ શેરવાનીમાં અદભૂત લાગી રહ્યો છે. બંનેના ચહેરા પરની સ્માઇલ તેમની ખુશી વ્યક્ત કરે છે.
સગાઈની તસવીરો શેર કરતી વખતે સિદ્ધાર્થ અને નીલમે એક સુંદર કેપ્શન પણ લખ્યું, ‘અમારા નાના હસ્તાક્ષર અને રિંગ સેરેમની’. દરેક વ્યક્તિ તેમની સગાઈથી ખૂબ જ ખુશ છે, પછી તે પરિવાર હોય કે મિત્રો. વર્ષ 2020માં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની હોળી પાર્ટીમાં બંને પહેલીવાર સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમના સંબંધોને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. પ્રિયંકા ચોપરાના નિર્માતા ભાઈ સિદ્ધાર્થ ચોપરાની અગાઉ બે વખત સગાઈ થઈ હતી, પરંતુ વાત લગ્ન સુધી પહોંચી ન શકી.
ઘણા વર્ષો સુધી ડેટિંગ બાદ સિદ્ધાર્થે સગાઈ પણ કરી હતી, પરંતુ બંને વખત તેની સગાઈ તૂટી ગઈ. તેની સગાઈ ઈશિતા કુમાર અને કનિકા માથુર સાથે થઈ હતી. સિદ્ધાર્થની સગાઈ અને લગ્ન માટે પ્રિયંકા ભારત આવી છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ભાઈની સગાઈના કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેના પિતાને યાદ કરતી જોવા મળી રહી છે. સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાયની સગાઈમાં પ્રિયંકા ઓરેન્જ સૂટમાં જોવા મળી હતી.
આ સિવાય બિગબોસ ફેમ મન્નારા ચોપરા પણ તેના પરિવાર સાથે જોવા મળી હતી. સિદ્ધાર્થ અને નિલમની સગાઈ બાદ હવે ફેન્સ તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. પરંતુ આ માટે ચાહકોને થોડી રાહ જોવી પડશે, કારણ કે બંનેએ હજુ સુધી તેમના લગ્નની તારીખ વિશે માહિતી શેર કરી નથી. ઘણા લોકો જાણવા માંગે છે કે પ્રિયંકા ચોપરાની થવાવાળી ભાભી નીલમ છે કોણ.
તો તમને જણાવી દઇએ કે, નીલમ ઉપાધ્યાય એક અભિનેત્રી છે જેણે મોટાભાગે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. નીલમને એમટીવીથી પહેલો બ્રેક મળ્યો. અહીંથી જ તેને ફિલ્મની ઓફર મળવા લાગી હતી. તેણે વર્ષ 2012માં ફિલ્મ ‘મિસ્ટર 7’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ અભિનેત્રી નીલમ ઉપાધ્યાયના અભિનયને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો.
‘મિસ્ટર 7’ પછી નીલમ તેલુગુ ફિલ્મ ‘એક્શન 3D’માં જોવા મળી હતી. તેણે તમિલ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તે ‘ઉન્નોડુ ઓરુ નાલ’ અને ‘ઓમ શાંતિ ઓમ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. નીલમ તેની ફિલ્મો માટે ઓછી અને તેના લુક તેમજ બોલ્ડ તસવીરો માટે વધુ પ્રખ્યાત છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના જીવનની ડિટેલ ચાહકો સાથે શેર કરે છે.