...
   

હાર્દિક પંડ્યાથી મને પ્રેમ છે…આ એક્ટ્રેસે ક્રિકેટર માટે વ્યક્ત કરી ફીલિંગ્સ, નામ સાંભળી નતાશાને થશે જલન ! જાણો સમગ્ર મામલો

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા પોતાના અંગત જીવનને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા જ હાર્દિક અને નતાશાએ છૂટાછેડાની જાહેરાત કરી હતી, જે બાદ બધા ચોંકી ગયા હતા. નતાશાથી છૂટાછેડા બાદ હાર્દિકનું નામ ઘણા સેલેબ્સ સાથે જોડાયું જેમાં અનન્યા પાંડે, સિંગર જૈસ્મીન વાલિયા સામેલ છે. ત્યારે હવે ખુદ એક અભિનેત્રીએ હાર્દિક માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.

આ અભિનેત્રી બીજી કોઇ નહિ પણ પ્યાર કા પંચનામા ફેમ ઈશિતા રાજ છે. ઈશિતા રાજે હાર્દિક પંડ્યા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. હાલમાં જ એવી ખબર સામે આવી હતી કે ભારતીય મૂળની બ્રિટિશ સિંગર જૈસ્મીન વાલિયા અને હાર્દિક એકબીજાને ડેટ કરી રહ્યા છે. ત્યારથી હાર્દિકની લવ લાઇફે જોર પકડ્યુ છે.

બી ટાઉનની ફેમસ એક્ટ્રેસ ઈશિતા રાજે હાર્દિક પંડ્યા વિશે ખુલ્લેઆમ પોતાની લાગણી વ્યક્ત કરી અને ઓલરાઉન્ડર ખેલાડી ફરી એકવાર તેના અંગત જીવનને લઈને હેડલાઈન્સમાં આવી ગયો. તાજેતરમાં જ ઈશિતાએ ફિલ્મજ્ઞાનને ઈન્ટરવ્યુ આપ્યુ હતુ. આ દરમિયાન તેને હાર્દિક પંડ્યા વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો.

જેના પર ઈશિતાએ કહ્યું- હાર્દિક પંડ્યા એક મહાન ક્રિકેટ ઓલરાઉન્ડર છે. જ્યારે તે ક્રિઝ પર હોય છે ત્યારે તેને બેટિંગ કરતા જોવાની મજા આવે છે. હું તેને પ્રેમ કરું છું, તે મિડલ ઓર્ડરમાં ભારતીય ક્રિકેટ ટીમનો જીવ છે. તે મારા ફેવરેટ ક્રિકેટરોમાંથી એક છે. આ રીતે ઇશિતા રાજે હાર્દિક પંડ્યા વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.

જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની પૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકે ઈશિતાની ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીના એક ગીતમાં પોતાની એક્ટિંગ ટેલેન્ટ બતાવી હતી. જો કે, ઇશિતાના નિવેદનને હાર્દિક પંડ્યાની લવ લાઇફ સાથે જોડી શકાય નહીં.

Shah Jina