...
   

અનોખી વિદાય: લગ્ન બાદ નવપરિણીત કપલ ‘રોકેટ’માં થયું રવાના, જુઓ ફન્ની વિડીયો

આવી વિદાય તમે ક્યારેય નહીં જોઈ હોય, વરરાજાએ દુલ્હનને રોકેટ પર બેસાડી અને આકાશમાં ઉડાવી દીધી ! જુઓ નવપરિણીત દંપતીનો ફન્ની વીડિયો

સોશિયલ મીડિયા પર સર્જનાત્મકતાના નામે શું શું જોવા મળે છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તમે લગ્નના ઘણા એવા વીડિયો જોયા હશે જે અદ્ભુત હોય છે. ઘણી વખત એવા ક્ષણો પણ કેમેરામાં કેદ થઈ જાય છે જે ચહેરા પર આપોઆપ સ્મિત લાવી દે છે. આજે અમે તમારા માટે કંઇક એવું લઇને આવ્યા છીએ જે કદાચ તમે પહેલાં ક્યારેય જોયું કે સાંભળ્યું નહીં હોય.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે વરરાજા અને દુલ્હનની વિદાય થવાની છે. સામાન્ય રીતે તમે દુલ્હનને કાર કે ડોલીમાં વિદાય થતી જોઈ હશે. પણ અહીં મામલો અલગ છે. વરરાજા એક મોટું દિવાળીનું રોકેટ લઈને ઊભો છે. તે પોતે તેના પર આગળ બેઠો છે અને દુલ્હનને પણ પોતાની પાછળ બેસાડે છે. આ દરમિયાન એક વ્યક્તિ આવીને તેમાં પાછળથી આગ લગાવે છે. આ થતાં જ તમે જોશો કે રોકેટ ઊડી જાય છે અને વરરાજા-દુલ્હન તેના પર ઊડતાં આકાશમાં પહોંચી જાય છે.


આ પ્રકારની અનોખી વિદાય જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઇ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ પ્રકારની વિદાયને જોખમી ગણાવી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને મનોરંજક માની રહ્યા છે.


વીડિયો જોઈને લોકો હસી પડ્યા
આ વીડિયો X પર @Masterji_UPWale નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 34 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 9 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો જોનાર એક યુઝરે લખ્યું- હવે મસ્ક આ ટેક્નોલોજી માટે તેમનો સંપર્ક કરશે. અન્ય યુઝરે લખ્યું- આ હની મૂન છે. અન્ય એક યુઝરે લખ્યું- આવું એડિટીંગ કરનારાઓને સો તોપોની સલામી…

આ વિડીયો ફક્ત મનોરંજન માટે છે આ વિડીયો એડિટ કર્યો છે જે નજરે દેખાય છે.

Swt