લિંક્ડઇન પર એક વ્યક્તિએ તેના લગ્નની પોસ્ટ શેર કરી, જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તેને લગ્ન દરમિયાન દુલ્હનને પ્રભાવિત કરવા માટે એક અનોખો આઈડિયા આવ્યો. જો કે, તે થોડુ ફિલ્મી હતુ, પરંતુ હવે આ લગ્ન ચર્ચાનો વિષય બની ગયા છે. મળતી માહિતી મુજબ, દુલ્હો ગુગલ એડ મેનેજમેન્ટ રૂપમાં કામ કરે છે અને તેણે જેની સાથે લગ્ન કર્યા તે અમેઝોન કંપનીની કર્મચારી છે. હવે તમે વિચારતા હશો કે તેમાં શું અલગ છે. લગ્ન સેરેમની દરમિયાન દુલ્હાએ દુલ્હનને પ્રભાવિત કરવા એક ડ્રામા કર્યો, જેમાં તેના હાથે વરમાળા ખોવાઈ જાય છે અને તે ઓનલાઈન ઓર્ડર કરે છે.
આ પછી એમેઝોન કંપનીની ટી-શર્ટ પહેરીને એક વ્યક્તિ સ્ટેજ પર પહોંચે છે અને તેના હાથમાં એક મોટું પેકેટ જોવા મળી રહ્યુ છે. દુલ્હાએ તેની દુલ્હનને ‘અમેઝનિયન પત્ની’ કહીને સંબોધન કર્યું હતું. આ સિવાય તેણે પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેણે લગ્ન માટે એક સ્કીટ પણ તૈયાર કરી હતી, જ્યાં વરમાળા ખોવાઈ જાય છે અને પછી તેને અમેઝોન પરથી તે ઓર્ડર કરે છે.
તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘મેં મારી અમેઝનિયન પત્નીને વરમાળા ખોવાઇ હોવાનું નાટક કરીને આશ્ચર્યચકિત કરી દીધી અને પછી મેં એમેઝોન પરથી ઓર્ડર કર્યો. પોસ્ટ જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓ વરરાજાના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. જો કે લિંક્ડઇન પર કેટલાક લોકોએ મજાક ઉડાવી હતી.