સોશિયલ મીડિયા પર ઘણા અજીબો ગરીબ વીડિયો વાયરલ થતા રહે છે ત્યારે આજકાલ આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ડાન્સ પરફોર્મન્સનો છે અને ઉત્તરાંચલ યુનિવર્સિટીનો હોવાનું સામે આવ્યુ છે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. કોલેજમાં “આઈસ બ્રેકિંગ” ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોકરા-છોકરીઓ બોલિવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ઈવેન્ટનો એક વીડિયો સંજય રૈથવાન નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેને 28 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક છોકરો છોકરી સાથે ડાન્સ કરી રહ્યો છે. તે બંને તેમના મિત્રોથી ઘેરાયેલા છે અને ઉત્સાહિત છે. આ બંને એ વાતથી બિલકુલ અજાણ હતા કે તેઓ જે ગીત પર ડાન્સ કરી રહ્યા હતા તે રક્ષાબંધનનું છે. તમે જાણો છો કે રક્ષાબંધન એ ભાઈ-બહેનના સંબંધો પર આધારિત તહેવાર છે. આ પછી શું ? છોકરો તરત જ છોકરીનો હાથ છોડી દે છે અને ત્યાં હાજર તમામ વિદ્યાર્થીઓ હસવા લાગે છે. છોકરો ડાન્સ ફ્લોર છોડીને ભાગી જાય છે.
આ વીડિયો જોયા પછી લોકો યુવતી માટે વીડિયોના કોમેન્ટ સેક્શનમાં સહાનુભૂતિભર્યા મેસેજ લખી રહ્યા છે. ઘણા યુઝર્સે લખ્યું કે “આ આઇસ બ્રેકિંગ નહિ પણ હાર્ટ બ્રેકિંગ છે.” એક યુઝરે લખ્યું, “વીડિયોનો એન્ડ હેરાન કરનારો હતો. હવે તે ક્યારેય ડાન્સ નહીં કરે.” અન્ય એક યુઝરે કહ્યું, “જ્યાં સુધી તેને ભાન ન થયું ત્યાં સુધી તે ડાન્સ કરતો રહ્યો.” અન્ય એક યુઝરે કહ્યું, “આ લોકોની ખુશી પળવારમાં તૂટી ગઈ.”
View this post on Instagram