...
   

વિદેશી મહિલાએ તાજમહેલ આગળ લહેંગામાં ક્લિક કરાવી તસવીરો, પછી કહ્યુ- Don’t travel to India unless adventure…

વિદેશી મહિલાએ લાલ લહેંગામાં શેર કર્યો વીડિયો, પાછળ હતો તાજમહેલ, પછી લખ્યુ- ભારત ના આવો- જાણો કેમ ?

સોશિયલ મીડિયાના જમાનામાં ક્યારે શું વાયરલ થાય તે કંઇ કહી ન શકાય. કેટલીકવાર તો એવી વસ્તુઓ જોવાય છે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. ભારતીયો છોડો, વિદેશીઓ પણ આપણા દેશમાં આવી વીડિયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર શેર કરીને ફેમસ થાય છે. આવી જ એક વિદેશી મહિલાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ યુવતી દુનિયાના અજાયબીઓમાંના એક તાજમહેલની સામે ઉભી છે અને રેડ લહેંગામાં ડાન્સ કરી રહી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદેશી મહિલા લાલ રંગના સુંદર લહેંગામાં સજ્જ છે. તે લહેંગા અને મેચિંગ દુપટ્ટા સાથે તાજમહેલની સામે સુંદર રીતે ચાલી રહી છે. તેને જોયા પછી તમે એટલા મોહિત થઈ જશો કે તમે તેેને જોતા જ રહી જશો.

જો કે આ સાથે તેણે એક કેપ્શન લખ્યુ છે કે ભારત ના આવતા ! જો કે, તેની કમેન્ટ ભારતની સુંદરતા વિશે સકારાત્મક સંકેત છે કારણ કે તે ભારતને પ્રેમ કરે છે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર naw.aria નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આના પર ટિપ્પણી કરતા લોકોએ લખ્યું છે – આ એટલું સુંદર છે કે કોઈ તેને આખો દિવસ જોઈ શકે છે. આ સિવાય ઘણા યુઝર્સે મહિલાને ભારતના અન્ય ડેસ્ટિનેશન વિશે પણ જણાવ્યું, જે ખૂબ જ સુંદર છે.

Shah Jina