43ની ઉંમરે શ્વેતા તિવારીએ બ્લેઝર કરાવ્યુ બોસી ફોટોશૂટ, બટન ખુલ્લું રહી જતા ન દેખાવાનું દેખાયું, જુઓ તસવીરો
ઇન્ડિયન ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ટાઇમલેસ બ્યુટી શ્વેતા તિવારી તેની ફેશન ચોઇસથી લોકોનું દિલ જીતવાનું ક્યારેય નથી ભૂલતી. બિકીની હોય, સાડી હોય કે મિની સ્કર્ટ, બે બાળકોની માતા શ્વેતા તિવારી સારી રીતે જાણે છે કે તેના અદભૂત લુકથી લોકોના દિલમાં કેવી રીતે રહેવું. 43 વર્ષની શ્વેતા તિવારી જે રીતે પોતાને ફિટ રાખે છે તે જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે બે બાળકોની માતા છે.
ગ્લેમર વર્લ્ડમાં વર્ષોથી એક્ટિવ રહેનારી શ્વેતાની સુંદરતામાં સમયની સાથે સુધારો થયો છે. તેનું લેટેસ્ટ ફોટોશૂટ આનું ઉદાહરણ છે. શ્વેતા અવારનવાર તેની ગ્લેમરથી ભરપૂર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને જોઈને ચાહકો દર વખતે તેના પ્રેમમાં પડે છે. શ્વેતા તેના ખૂબસૂરત લુકને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે.
ક્યારેક બાથરોબમાં તો ક્યારેક ટાઈટ ફિટિંગ ડ્રેસમાં તો ક્યારેક મિની સ્કર્ટમાં શ્વેતાની સુંદરતા જોવા મળે છે. ત્યારે હાલમાં પણ શ્વેતા તિવારીએ પોતાની શાનદાર સ્ટાઈલ બતાવીને ચાહકોનું દિલ જીતી લીધું છે. ત્યારે હાલમાં શ્વેતાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે યલો ટોપ-બ્લેઝર અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં શ્વેતાનો બોસી લુક જોવા મળી રહ્યો છે. શ્વેતાએ લેપટોપ સાથે પણ પોઝ આપ્યા છે.જણાવી દઇએ કે,’કસૌટી ઝિંદગી કી’ સિવાય શ્વેતાએ ‘પરવરિશ’, ‘મૈં હું અપરાજિતા’, ‘બાલવીર’, ‘મેરે પપ્પા કી દુલ્હન’ જેવા હિટ શોમાં કામ કર્યું છે. ટીવીથી લઇને વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળેલી એક્ટ્રેસ શ્વેતા તિવારી આજે કોઇ ઓળખની મોહતાજ નથી.