બોલિવૂડની સ્ટાર અભિનેત્રીઓમાંની એક કૃતિ સેનન હાલમાં તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ કબીર બહિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા બંને ગ્રીસમાં સાથે વેકેશન એન્જોય કરતા જોવા મળ્યા હતા, જે બાદ તેમના ડેટિંગના સમાચારો આવવા લાગ્યા. હવે કબીર બહિયાએ કંઈક એવું કર્યું, જેના પછી બંને ફરી એકવાર તેમના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યા છે.
કૃતિ સેનને હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે ઘણા ગીતો પર ડાન્સ કરતી જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, આ સાચે એક ડેડલી એક્ટ હતો ! સ્ટેડિયમમાં લાઈવ શોમાં મોટી ભીડ કંઈ નથી હોતી ! આ પોસ્ટ પર કમેન્ટ કરતા કબીર બહિયાએ લખ્યું, ‘મેં મર ગયા’. ત્યારે હવે બંનેના ડેટિંગને લઈને અટકળો લગાવવામાં આવી રહી છે. જો કે, હજી સુધી ન તો કૃતિ સેનન અને ના તો કબીર બહિયાએ પુષ્ટિ કરી છે કે તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.
ત્યારે ઘણા ફેન્સ જાણવા માગે છે કે કબીર બહિયા છે કોણ ? કબીર બહિયા લંડનમાં રહે છે. તે એક સમૃદ્ધ પરિવારનો છે. કબીર બહિયાના પિતા કુજિંદર બહિયા યુકેના પ્રખ્યાત બિઝનેસમેનમાંથી એક છે. યુકેની ટ્રાવેલ એજન્સી સાઉથહોલ ટ્રાવેલના કુજિંદર ફાઉન્ડર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુજિંદર બહિયાની કુલ નેટવર્થ લગભગ 427 મિલિયન પાઉન્ડ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કબીર બહિયાનો જન્મ 1999માં થયો હતો એટલે કે તે કૃતિ સેનન કરતા લગભગ 9-10 વર્ષ નાનો છે. કૃતિ હાલમાં 34 વર્ષની છે. કબીરે ઈંગ્લેન્ડના સમરસેટમાં આવેલી મિલફીલ્ડ નામની બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. કબીર બહિયાને ક્રિકેટ ખૂબ ગમે છે. તે સ્કૂલના દિવસોથી જ ક્રિકેટ રમી રહ્યો છે.
જો તમે કબીર બહિયાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર નજર નાખો, તો તમને મહેન્દ્ર સિંહ ધોનીથી લઈને હાર્દિક પંડ્યા સુધીના ક્રિકેટરો સાથેના તેના ઘણા ફોટા જોવા મળશે. વર્ષ 2018માં કબીર મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી સિંહના બર્થડેમાં પણ સામેલ થયો હતો. આ તસવીરમાં તેની સાથે હાર્દિક પંડ્યા પણ જોવા મળ્યો હતો.
જો કૃતિ સેનન કબીર સાથે લગ્ન કરે છે તો તે દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના પરિવારનો ભાગ બનશે. કબીર બહિયા એમએસ ધોનીનો સાળો છે. તે ધોનીની પત્ની સાક્ષી સિંહનો પિતરાઈ ભાઈ છે. મીડિયા અહેવાલો અનુસાર, તે કૃતિની બહેન નૂપુર સેનન હતી જેણે કબીર સાથે અભિનેત્રીનો પરિચય કરાવ્યો હતો, તે બંને ગયા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં કૃતિના દુબઈ વેકેશન દરમિયાન એક પાર્ટીમાં મળ્યા હતા.
આ પાર્ટીમાં એમએસ ધોની પણ પત્ની સાક્ષી સાથે હાજર રહ્યો હતો. કૃતિની બહેન નૂપુર અને તેનો બોયફ્રેન્ડ સ્ટેબિન બેનના ધોની અને સાક્ષી સાથે સારા સંબંધ છે. નૂપુરે જ આ પાર્ટીમાં કૃતિને સાક્ષીના પિતરાઈ ભાઈ કબીર સાથે ઓળખાણ કરાવી હતી.