ટ્રેનમાં નકલી ટીટી બની ટિકિટ ચેક કરી રહી હતી મહિલા, યાત્રિઓએ આવી રીતે શીખવાડ્યો સબક- જુઓ વીડિયો

ટ્રેનમાં TT બની ચેકિંગ કરી રહી મહિલા, લોકોને જેવી જ ખબર પડી હકિકત તો કર્યુ આ કામ- વીડિયો વાયરલ

રેલ્વેમાં ખાવાને લઇને અને પોકેટને લઇને ધોખાધડી થવી સામાન્ય વાત છે, અવાર નવાર લોકોના ખિસ્સા કપાતા રહે છે અને મોબાઇલની પણ ચોરી થતી રહે છે. પરંતુ આ વખતે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો જોઈને તમે ચોંકી જશો, કારણ કે રેલવેના નામે આ લૂંટ અને છેતરપિંડી ખુલ્લેઆમ થઈ રહી છે.

વાયરલ વીડિયોમાં ટ્રેનના મુસાફરોએ એક મહિલા કે જે નકલી ટીટી બની ફરી રહી હતી અને લોકો પાસેથી પૈસા પડાવતી હતી તેને પકડી પાડી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ટ્રેન મુસાફરોથી ભરેલી છે, જેમાં કેટલાક મુસાફરો એક મહિલા ટીટી સાથે દલીલ કરતા જોવા મળે છે.

જણાવી દઈએ કે ટ્રેનમાં ટિકિટ ચેક કરી રહેલી મહિલા નકલી ટીટી છે જે ગરીબ અને ટિકિટ વગરના મુસાફરો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. મુસાફરો મહિલાને તેનું આઈડી કાર્ડ અને જોબ નંબર પૂછે છે, પરંતુ નકલી ટીટી તેની ઓળખ જાહેર કરવાનો ઈન્કાર કરે છે. તે પકડાવા પર કહે છે કે જો તમારી પાસે ટિકિટ નથી તો કોઈ વાંધો નથી, હું મેડમના કહેવા પર ચેકિંગ માટે આવી છું, નહિ તો મારો અધિકાર મથુરા સુધી જ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયો અનુસાર, ઘટના ઉત્તરપ્રદેશના ઝાંસીની છે, જ્યાં ચાલતી ટ્રેનમાં કથિત મહિલા ટીટી અવૈદ્ય રીતે ટિકિટ ચેક કરી રહી હતી. વીડિયો @FirdosKhan52377 નામના એકાઉન્ટથી X પર શેર કરવામાં આવ્યો છે જેના પર લોકો અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે.

Shah Jina