...
   

‘શુભમન ગિલ ક્યારેય મારા જેવો નહિ બની શકે…’ વિરાટ કોહલીનો એઆઈ વાળો વીડિયો વાયરલ ડીપ ફેક

શુભમન ગિલ પર ખૂબ વરસ્યો વિરાટ કોહલી ? સચિન તેંડુલકર સાથે કરી પોતાની તુલના, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફેક વીડિયો

વિરાટ કોહલીનો ડિપફેક વીડિયો થયો વાયરલ, શુભમન ગિલની કરી રહ્યો છે આલોચના

ભારતીય ટીમનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. કોહલીનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટીનો ડીપફેક વીડિયો વાયરલ થયો હોય, આ પહેલા ભારતના પૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પણ ડીપફેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

કોહલીનો જે ડીપફેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં કોહલીના અવાજ અને ચહેરાના હાવભાવની નકલ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડીપફેક વીડિયોમાં વિરાટ કોહલી ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગીલની ટીકા કરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં વિરાટને એવું કહેતા સાંભળી શકાય છે કે લોકો આગામી કોહલી વિશે ઘણી વાતો કરે છે, પરંતુ વિરાટ કોહલી એક જ છે. મેં ગિલને નજીકથી જોયો છે, તે પ્રતિભાશાળી ખેલાડી છે, તેમાં કોઈ શંકા નથી.

પરંતુ હોનહાર બનવામાં એક મોટુ અંતર છે. મેં સૌથી કઠિન બોલરોનો સામનો કર્યો છે. હું એક દાયકાથી સતત આવું કરી રહ્યો છું. વિરાટ કોહલી પહેલા પણ ડીપફેક વીડિયોનો શિકાર બની ચૂક્યો છે. આ પહેલા કોહલીને એક સટ્ટાબાજીની એપનો પ્રચાર કરતો બતાવવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, કોહલી અને ગિલ વચ્ચે ઘણા સારા સંબંધો છે. બંને ખેલાડીઓ મેદાન પર એકબીજાને સપોર્ટ કરતા જોવા મળે છે.

Shah Jina