દલજીત કૌરના પતિ નિખિલ પટેલની હકિકત આવી સામે, ફાડી દીધી હતી દલજીતની માતાની આપેલી સાડી- બનાવી લીધુ હતુ સોફાનું કવર
ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી દલજીત કૌર છેલ્લા ઘણા દિવસોથી તેના લગ્નને લઈને ચર્ચામાં છે. તે અને તેનો પતિ બંને એકબીજાથી અલગ થઈ ગયા છે, પરંતુ તેમની એકબીજા પ્રત્યે નફરત હજુ પણ ચાલુ છે. નિખિલ દલજીત કૌરનો બીજો પતિ છે. અભિનેત્રીએ લગ્નના થોડા મહિના પછી જ નિખિલથી અલગ થવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ત્યારથી બંને વિશે કંઈકના કંઇક પ્રકાશમાં આવતુ રહે છે, જે તેમની વચ્ચેની કડવાશની સત્યતાને ઉજાગર કરે છે. તાજેતરમાં જ દલજીતે નિખિલ પટેલ સાથે લગ્ન સમયે ટેટૂ કરાવવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. ટેટૂ રિપ્લેસમેન્ટનો ફોટો શેર કરતા દલજીતે લખ્યું હતું કે આ વખતે દર્દ બહારનું નથી. હવે ફરી એકવાર નિખિલે કંઈક એવું કર્યું જેના વિશે દલજીત વિચારી પણ ન શકે.
રીપોર્ટ મુજબ, દલજીત કૌરે પોતાની લગ્નની સાડીથી નિખિલના ઘરનું સોફા કવર તૈયાર કર્યુ હતુ. નિખિલે પોતાના પ્રેમની નિશાની તરીકે ઇચ્છતો હતો કે દલજીત તેના માટે આવું કરે અને આવું થયુ પણ. એક્ટ્રેસ અનુસાર, જ્યારે તે સોફાનું કવર બનાવી રહી હતી ત્યારે તેનું દિલ તૂટી ગયુ હતુ. તે પોતાના લગ્નની સાડી કાપતા ઘણી દુખી હતી પણ પ્રેમ માટે આવું કર્યુ.
હવે અલગ થયા પછી જ્યારે તે કવર એક્ટ્રેસે પાછુ માગ્યુ તો તેની જગ્યાએ સાડી કવરના ટુકડા મળ્યા. જણાવી દઇએ કે, 10 માર્ચ 2023ના રોજ દલજીતે નિખિલ પટેલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન એક વર્ષ પણ ન ટક્યા અને બંને વચ્ચે તણાવના સમાચાર આવવા લાગ્યા. દલજીત તેના પુત્ર જેડેન સાથે કેન્યા છોડીને ભારત પરત ફરી.