...
   

ઇન્સ્ટાગ્રામ પર વોન્ટેડ વાળી આયશા ટાકિયાની વાપસી, આવતા જ ચહેરો જોતા લોકોએ ટ્રોલ કરી પછી આપ્યો જડબાતોડ જવાબ- જુઓ

ફરી એકવાર આયશા ટાકિયા ચર્ચામાં આવી ગઇ છે. સલમાન ખાન સાથે ‘વોન્ટેડ’માં કામ કરનાર આયશા ટાકિયાએ હાલમાં જ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું હતું. પરંતુ હવે થોડા કલાકો બાદ તેણે પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ રિસ્ટોર કરી દીધું છે અને આ સાથે ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ પણ આપ્યો છે.

શુક્રવારે આયશા ટાકિયાએ ભારે ટ્રોલિંગ બાદ ઇન્સ્ટાગ્રામ છોડી દીધું હતુ. જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેનું એકાઉન્ટ દેખાતું ન હતું. પરંતુ શનિવારે ફરી એકવાર તેણે કમબેક કર્યું. ટ્રોલ કરનારાઓને પણ તેણે જવાબ આપ્યો. જ્યાં તેણે પોતાની સ્પેશિયલ સ્ટાઈલમાં ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પોસ્ટ શેર કરીને ટ્રોલ કરનારાઓને નમ્રતાથી શાંત કરી દીધા.તેણે જે પોસ્ટ શેર કરી છે.

પોસ્ટમાં લખ્યુ છે- ‘શું તમે નોટિસ કર્યુ કે મેં રિસપોન્સ ના આપ્યો ? ખૂબ જ સરસ રીતે, ખૂબ જ ક્યુટ અને ખૂબ નરમ અંદાજમાં. આયશાએ આ પોસ્ટમાં કોઈનું નામ લીધા વિના જવાબ આપ્યો.જણાવી દઇએ કે, તાજેતરમાં આયશા ટાકિયાએ કાંજીવરમ સાડીમાં એક વીડિયો શેર કર્યો હતો. તેનો લુક જોઈને યુઝર્સે તેને ખૂબ ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

કેટલાકે કહ્યું કે તેણે સર્જરી કરાવી અને ચહેરો બગાડ્યો. જ્યારે કેટલાકે કહ્યું કે તેણે ફિલર્સ કરાવી લીધુ છે. ઉલ્લેખનીય છે કે, આયશાએ બોલિવુડમાં ટાર્ઝન, દિલ માંગે મોર, સુપર, વોન્ટેડ, દે તાલી, પાઠશાલા સહિત અનેક ફિલ્મો કરી છે. તે છેલ્લે મોડમાં અનન્યાના રોલમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🧿Ayesha Takia Azmi (@ayeshatakia)

Shah Jina