ઘણા સમયથી મશહૂર ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કલાકારોની ઘણી હલચલ જોવા મળી રહી છે. આ દરમિયાન કેટલાક સ્ટાર્સના શો છોડવાની ખોટી અફવાઓ પણ બહાર આવી રહી છે. તાજેતરનો કેસ મંદાર ચંદવાડકરનો છે, જે TMKOCમાં ગોકુલધામ સોસાયટીના એકમાત્ર સેક્રેટરી અને ટ્યુશન ટીચર આત્મારામ ટુકારામ ભીડેની ભૂમિકા ભજવે છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છેલ્લા 16 વર્ષથી આ શોમાં કામ કરી રહેલા મંદાર ચંદવાડકર હવે શોને અલવિદા કહેવા જઈ રહ્યા છે.
જો કે, આ મામલાની હકિકત કંઈક બીજી જ છે, જેનો વીડિયો મંદારે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. મંદાર ચંદવાડકરે અફવાઓનો અંત લાવવા માટે એક વીડિયો શેર કર્યો છે અને શો છોડવાના સમાચારને નકલી ગણાવ્યા છે. મંદારે વીડિયોના કેપ્શનમાં લખ્યું, “મિત્રો, અફવાઓ પર વિશ્વાસ ન કરો અને તેને ફેલાવશો નહીં.
શો TMKOC 2008થી તમારું મનોરંજન કરી રહ્યો છે અને આવનારા વર્ષોમાં પણ તમારું મનોરંજન કરતો રહેશે. માત્ર હકિકત કહેવા માગુ છુ, એટલે આ રીલ પોસ્ટ કરુ છું. તમારા બધાના પ્રેમ માટે ખૂબ ખૂબ આભાર. મંદારે પોતાના વીડિયોમાં એક ખબરનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં કેટલાક ચેટ બોક્સ છે. સ્ક્રીનશોટમાં મંદાર હાથ જોડેલ નજર આવે છે. ત્યાં ચેટ બોક્સમાં અલગ અલગ દાવા લખેલા છે. એક ચેટ બોક્સમાં લખ્યુ છે- ગોલીને નીકાળવામાં આવ્યો. બીજા ચેટ બોક્સમાં લખ્યુ છે- આજે TMKOC સેટની પૂરી હકિકત ખોલીશ.
અન્ય એક ચેટ બોક્સમાં લખ્યુ છે- દયા ભાભી ક્યારેય નહિ આવે. બીજા એક ચેટ બોક્સમાં લખ્યુ છે- હું પણ શો છોડી રહ્યો છું. વીડિયોમાં મંદાર જણાવે છે કે આ તસવીર તેના લાઇવ વીડિયોમાંથી કાપવામાં આવી છે, જે તેને TMKOCના 16 વર્ષ પૂરા થવા પર દર્શકોથી રૂબરુ કરવા કર્યુ હતુ. તેમના અનુસાર, આ ખબરમાં કોઇ હકિકત નથી. જણાવી દઇએ કે, મંદાર પહેલા તારક મહેતામાં અબ્દુલનો રોલ પ્લે કરનાર શરદ સાંકલાના શો છોડવાની અફવા ઉડી હતી, જેનું તેણે ખંડન કર્યુ હતુ.
View this post on Instagram