...
   

Breaking: ‘તારક મહેતા…’ એક્ટ્રેસના તૂટ્યા લગ્ન ! 7 વર્ષ બાદ પતિથી થઇ અલગ

‘ઇશ્કબાઝ’ ફેમ નવીના બોલે નાના પડદાની જાણીતી એક્ટ્રેસ છે. નવીના બોલે એ સિરિયલ ‘ઇશ્કબાઝ’માં ‘ટિયા’ના પાત્રથી લોકપ્રિયતા મેળવી છે. આ સિવાય નવીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બાવરી’ના પાત્રથી પણ ફેમસ થઈ હતી. નવીના ‘મિલે જબ હમ તુમ’ અને ‘જીની ઔર જુજુ’ જેવા ઘણા ટીવી શોમાં પણ કામ કરી ચૂકી છે. ત્યારે આ દરમિયાન હવે નવીના બોલેને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ‘ઈશ્કબાઝ’ એક્ટ્રેસના લગ્ન જીવનમાં કંઇ સારુ નથી ચાલી રહ્યુ.

એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તેનું સાત વર્ષ જૂનું લગ્નજીવન જોખમમાં છે. તે તેના પતિ જીત કરનથી અલગ થઈ ગઈ છે. નવીનાએ પોતે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે. નવીના બોલેએ વર્ષ 2017માં એક્ટર-પ્રોડ્યુસર જીત કરણ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી વર્ષ 2019માં નવીનાએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. હવે તેમના અલગ થવાના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા છે.

નવીનાએ તાજેતરમાં જ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પતિ જીત કરણથી અલગ થવાની પુષ્ટિ કરી હતી. તેણે કહ્યું, ‘તે ત્રણ મહિના પહેલા તેના પતિ જીતથી અલગ થઈ ગઈ હતી. હવે ટૂંક સમયમાં કાનૂની કાર્યવાહી શરૂ કરીશું અને સત્તાવાર છૂટાછેડા લઈશું. અલગ થયા પછી પણ જીત અને હું અમારી 5 વર્ષની દીકરીને સાથે ઉછેરીશું.

જીત અઠવાડિયામાં બે દિવસ તેની દીકરી સાથે વિતાવશે. અમે પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ રહ્યા છીએ. જ્યારે નવીના બોલેને જીત સાથે લગ્ન તોડવાનું કારણ પૂછ્યુ તો તેણે આ અંગે ખુલીને કંઇ જવાબ આપ્યો નહોતો. જો કે, તેણે કહ્યું હતું કે અમારા લગ્નમાં શરૂઆતમાં બધું ખૂબ જ સારું ચાલી રહ્યું હતું, પરંતુ પછીથી બધું બદલાઈ ગયું.

અમે અમારી દીકરીની ખાતિર અમારા લગ્નને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કંઈ ફળ્યું નહીં. આ કારણોસર અમે એકબીજા સાથે શાંતિથી વાત કરી અને અલગ થવાનો નિર્ણય કર્યો. અભિનેત્રીએ કહ્યું કે આ એક પારિવારિક મામલો છે અને અત્યારે બંને વચ્ચે તણાવ છે અને તેથી તે આ બાબતે થોડી પ્રાઈવસી ઈચ્છે છે.

 

View this post on Instagram

 

A post shared by Navina Bole (@navina_005)

Shah Jina