...
   

પ્રિયંકા ચોપરાના ભાઇ-ભાભીનો રોમાન્સ, એકબીજાના પ્રેમમાં ડૂબ્યુ કપલ- કરી કિસ; જોઈને ભલભલા ચોંકી ઉઠશે, જુઓ PHOTOS

પ્રિયંકા ચોપરા માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતું નામ છે. મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ અભિનેત્રીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે તે હોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તેના સ્ટારડમે તેને દુનિયાની સૌથી પાવરફુલ સ્ટાર બનાવી દીધી છે. નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા વિદેશમાં સ્થાયી થઈ ગઈ, પરંતુ તે અવારનવાર ભારત આવતી રહે છે.

તાજેતરમાં દેશી ગર્લ તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની સગાઈ અને હસ્તાક્ષર સેરેમની માટે મુંબઈ આવી હતી, જેની ઝલક તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરી છે. સિદ્ધાર્થ અને નિલમે પરિવાર અને મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા અને રિંગ પણ એક્સચેન્જ કરી, જેની એક ઝલક વીડિયો અને તસવીરોમાં જોઈ શકાય છે.

થોડા સમય પહેલા જ તેમની રોકા સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી હતી અને હવે તેમની સગાઈની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા સામે આવ્યા છે. પ્રિયંકા ચોપરાએ તેના ભાઈ-ભાભીની સગાઈનો વીડિયો શેર કર્યો છે અને તેમને નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. અભિનેત્રીએ ઈન્ટિમેટ સેરેમનીનો વીડિયો શેર કર્યો છે, જેમાં ગ્લોબલ સ્ટાર ઓરેન્જ સૂટમાં જોવા મળી રહી છે.

શેર કરવામાં આવેલ વિડિયોમાં પ્રિયંકા પહેલીવાર તેના આખા પરિવાર સાથે ફોટો પડાવતી જોવા મળે છે. સિદ્ધાર્થ અને નીલમે પણ કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે, જેમાં બંનેને એકબીજામાં ખોવાયેલા અને રિંગ ફ્લોન્ટ કરતા જોઇ શકાય છે. જો કે, વીડિયો અને તસવીરોમાં પરિણીતી ચોપરા ક્યાંય જોવા મળી ન હતી, જેના કારણે અભિનેત્રીના ચાહકો થોડા દુઃખી છે,

તે જાણવા માંગે છે કે પરિણીતીએ સિદ્ધાર્થની સગાઈમાં શા માટે હાજરી આપી નહિ. અભિનેત્રીના માતા-પિતા ચોક્કસપણે સિદ્ધાર્થ-નીલમની ખુશીમાં જોડાયા હતા અને આ દરમિયાન સિદ્ધાર્થનું તેની કાકી સાથે અદ્ભુત બોન્ડિંગ પણ જોવા મળ્યું હતું. નીલમે સિદ્ધાર્થ અને પરિવાર સાથેની તેની સગાઈની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે પરિવારના સભ્યો તેમની સગાઈથી કેટલા ખુશ છે. જણાવી દઈએ કે વર્ષ 2019માં ઈશિતા કુમાર સાથે સગાઈ તૂટી ગયા બાદ સિદ્ધાર્થની આ બીજી સગાઈ છે. એક તસવીરમાં સિદ્ધાર્થ-નિલન સહી કરતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

Shah Jina