...
   

મોતનો ખેલ ! સ્ટંટબાજીના ચક્કરમાં પાછળની સીટ પરથી પડી છોકરી, ફરતા પૈડા પર પટકાઈ અને…

તેજ રફતાર બાઇકના આગળના પૈડાને હવામાં ઉઠાવી સ્ટંટ કરી રહ્યો હતો વ્યક્તિ, પાછળ બેસેલી મહિલા સાથે જે થયુ તે જોઇ રૂંવાડા ઊભા થઇ જશે

સોશિયલ મીડિયા પર અવાર નવાર બાઇક સ્ટંટના વીડિયો વાયરલ થતા હોય છે. આ સ્ટંટ ક્યારેક જીવ માટે જોખમી હોય છે, પરંતુ લોકો વ્યુઝ મેળવવા માટે આમ કરતાં ખચકાતા નથી, ત્યારે હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ રોડ પર સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાઇકર બાઇકના આગળના વ્હીલને જમીન પરથી ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જો કે, આ સ્ટંટ ખરાબ રીતે નિષ્ફળ ગયો. જ્યારે પાછળ બેઠેલી મહિલાએ પોતાનું સંતુલન ગુમાવ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાએ બાઈકનું આગળનું વ્હીલ હવામાં ઉંચકી લેતા તેનું સંતુલન ગુમાવ્યું અને તે લપસીને કારના વ્હીલ પર પડી. છોકરાએ તરત જ બ્રેક લગાવી. આગળ વીડિયોમાં મહિલા ડરથી ચીસો પાડી રહી હતી અને પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી. તેની ચીસો સાંભળીને બાઇક સવારે તરત જ બાઇક રોકી.

જો કે સદ્નસીબે મહિલાનો પુર ઝડપે આવતી બાઇક પરથી પડતા બચાવ થયો હતો. વિડિયો જોયા પછી કેટલાક લોકોએ બાઇક સવારની લાપરવાહીનો ઉલ્લેખ કર્યો. કેટલાક યુઝર્સે કહ્યું કે લોકો કૂલ રહેવા માટે કોઈના જીવને જોખમમાં નાખવાથી ડરતા નથી. કોઈના મતે આ કુલ નથી, જો પાછળ ટ્રક કે બસ હોત તો ? જવાબદારી કોણ લેતુ ? વીડિયોમાં કેટલાક લોકો યુવતીની મજાક પણ ઉડાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by yt_sayan_acharjee (@wb_rider_sayan_)

Shah Jina