...
   

રસ્તા વચ્ચે દાદાગીરી બતાવી રહ્યો હતો સ્કૂટી સવાર, આગલા જ પળે આર્મીવાળાએ નીકાળી દીધી બધી હેકડી

પબ્લિકે કરી રસ્તા પર એવી ભૂલ, ગુસ્સે ભરાયેલા આર્મી જવાને લગાવી થપ્પડ

ટ્રાફિક કદાચ બેંગલુરુવાસીઓની સૌથી મોટી સમસ્યા છે. હવે, ટેક હબનો એક વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે. ફૂટેજમાં એક વ્યક્તિ રોડની રોંગ સાઈડ પર ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવતો જોઈ શકાય છે, જે ટ્રાફિકમાં વિક્ષેપ પાડે છે. માફી માંગવાને બદલે, તે વ્યક્તિ કારમાં બેઠેલી વ્યક્તિ સાથે દલીલ કરે છે.

થોડીવાર પછી એક આર્મી મેન સ્કૂટર ચાલક તરફ આવે છે અને તે પછી આવી હંગામો કરવા બદલ તે વ્યક્તિને માર મારે છે. થોડીક સેકંડ પછી એક મહિલા ટ્રાફિક પોલીસ અધિકારી પરિસ્થિતિને સંભાળવા માટે આવે છે અને સ્કૂટી વાળાને સમજાવે છે. વાયરલ ક્લિપ શેર કરતા એક યુઝરે લખ્યુ, “હું બેંગલુરુના રસ્તા પર ગશ્ત કરવા માટે સેનાના ટ્રકો તરફ પણ જોવા માંગુ છું.”

આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ 10 લાખ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે લખ્યું કે, “રોંગ સાઈડથી આવતા લોકોને દંડ ફટકારતા પહેલા થપ્પડ મારવી જોઈએ અને તેમનું વાહન જપ્ત કરવું જોઈએ.” અન્ય એક વ્યક્તિએ કહ્યું, “આ સૌથી શ્રેષ્ઠ વિડિયો છે જે મેં આજે ઇન્ટરનેટ પર જોયો છે.”

Shah Jina