...
   

રિવાબા જાડેજાએ પતિ રવિન્દ્ર જાડેજા માટે લખી શાયરી, કહ્યુ- ‘વરસાદ પણ તમારા જેવો…’ જુઓ તસવીરો

‘વરસાદ પણ તમારા જેવો’.. રિવાબાએ રવિન્દ્ર જાડેજા માટે શાયરીથી લખી ‘દિલ કી બાત’

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ઘણીવાર ચર્ચામાં રહે છે. તેઓ ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણીવાર તેમના સંસ્કારી વર્તનેન કારણે હેડલાઇન્સમાં રહે છે. અવાર નવાર રિવાબા સોશિયલ મીડિયા પર પતિ રવીન્દ્ર જાડેજા સાથે ફોટો પણ શેર કરે છે.

ત્યારે હાલમાં રિવાબાએ ફરી એકવાર પતિ સાથે ફોટો શેર કર્યો છે, અને ફેમસ ગીતકાર ગુલઝારની શાયરી દ્વારા પોતાના દિલની વાત કહી છે. રિવાબાએ લખ્યું- “કભી બેપનાહ બરસ પડી… કભી ગુમ સી હૈ… યહ બારિશ ભી કુછ કુછ તુમ સી હૈ.”

જણાવી દઈએ કે રિવાબા અને રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2016માં લગ્ન કર્યા હતા. આ કપલની એક દિકરી પણ છે. રિવાબા જામનગર નોર્થ સીટથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. તેઓ ઘણીવાર સ્ટેડિયમ પહોંચીને પતિ અને ટીમ ઈન્ડિયાને ચીયર કરે છે.

Shah Jina