બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેમના અલગ થવાના સમાચારથી ચાહકો પણ ચોંકી ગયા હતા. ત્યારથી દરેક વ્યક્તિ એ જાણવા માટે ઉત્સુક હતા કે આ કપલ કેમ અલગ થયા. આખરે હવે નતાશા અને હાર્દિકના અલગ થવાનું કારણ સામે આવ્યું છે. હાર્દિક અને નતાશાનું અલગ થવું ચાહકો માટે ખૂબ જ આઘાતજનક હતું.
ટાઈમ્સ નાઉના એક રિપોર્ટમાં નતાશા અને હાર્દિકના અલગ થવાનું કારણ સામે આવ્યું છે. અહેવાલ મુજબ, એક સૂત્રના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, “હાર્દિક નતાશા પ્રત્યે ખૂબ જ બનાવટી હતો અને તે પોતાનામાં જ રહેતો હતો. નતાશા વધુ સહન કરી શકી નહીં. અભિનેત્રીને અહેસાસ થયો કે તેમની વચ્ચે ઘણો તફાવત છે. નતાશાએ પણ તેના વ્યક્તિત્વને હાર્દિકના વ્યક્તિત્વ સાથે મેચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આનાથી તે અસ્વસ્થતા અનુભવતી હતી.
આ ક્યારેય ખત્મ ન થવાવાળી પ્રોસેસ હતી, એટલે થોડા સમય તે થાકી ગઇ. નતાશા પેસ નહોતી બનાવી શકતી અને પછી તેણે એક કદમ પાછળ હટવાનો નિર્ણય કર્યો. રીપોર્ટ અનુસાર સૂત્રએ કહ્યું, “જો કે નતાશાએ છૂટાછેડાના નિર્ણય પર પુનર્વિચાર કર્યો, પરંતુ જ્યારે હાર્દિકમાં કોઈ ફેરફાર ન થયો, ત્યારે અભિનેત્રીએ તેના અલગ થવાના નિર્ણયની પુષ્ટિ કરી. નતાશા માટે આ ખૂબ જ પીડાદાયક નિર્ણય હતો પરંતુ તે એક દિવસ કે અઠવાડિયામાં લેવામાં આવ્યો નહોતો.” તે એક ધીમો પરંતુ ક્રમિક ઘા હતો જે તેને પીડા આપતો રહ્યો.”
જો કે, ગુજ્જુરોક્સ આ દાવાઓમાં કેટલું સત્ય છે તેની પુષ્ટિ કરતું નથી કારણ કે નતાશા અને હાર્દિકે ક્યારેય તેમના અલગ થવાના કારણ વિશે વાત કરી નથી. જણાવી દઇએ કે, નતાશા અને હાર્દિકે મે 2020માં લગ્ન કર્યા હતા. આ કપલે ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ પ્રમાણે ફરીથી ઉદયપુરમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતા. આ કપલ એક પુત્ર અગસ્ત્યના પેરેન્ટ્સ છે જેનો જન્મ 2020માં થયો હતો.