કહેવાય છે કે દરેક સંબંધમાં એક પવિત્ર ગાંઠ હોય છે. જો તે તૂટી જાય, તો તેને ફરીથી જોડી શકાતી નથી. જો આપણે પતિ-પત્નીના સંબંધોની વાત કરીએ તો આ સંબંધનો આધાર એકબીજા પર વિશ્વાસનો છે. જો કે પરિણીત હોવા છતાં એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતો સામાન્ય બની ગઈ છે. આવી જ કહાનીઓ પર બોલિવૂડમાં ઘણી ફિલ્મો પણ બની છે, જેમાં પતિ-પત્ની ઔર વોની કહાની દર્શાવવામાં આવી છે. કેટલીક એવી ફિલ્મો છે જેમાં એક્સ્ટ્રા-મેરિટલ અફેરની સાથે સાથે ઘણાં અંતરંગ દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ત્યારે આજે અમે તમને બોલીવુડની એ 5 ફિલ્મો વિશે જણાવીશું, જે તમારે પકિ-પત્નીએ સાથે બિલકુલ ન જોવી જોઈએ. કારણ કે આને લીધે સંબંધોમાં તિરાડ આવી શકે છે.
ગહેરાઇયાં
અભિનેત્રી દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર ફિલ્મ ‘ગહેરાઇયાં’માં અનન્યા પાંડે પણ છે. આ ફિલ્મે એક્સ્ટ્રા મેરિટલ અફેરની ધજ્જિયા ઉડાવી દીધી છે. આ ફિલ્મમાં બે પિતરાઈ બહેનોની વાર્તા દર્શાવવામાં આવી છે, જેમાં એક બહેન પોતાની જ બહેનના બોયફ્રેન્ડને ફસાવે છે અને બંને ઈન્ટિમેટ થઈ જાય છે.
ફિર આઇ હસીન દિલરૂબા
‘ફિર આઇ હસીન દિલરૂબા’ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2021માં રિલીઝ થયેલી ‘હસીન દિલરૂબા’ની સિક્વલ છે. ફિલ્મની વાર્તા એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત છે, જેમાં રાની (તાપસી પન્નુ) તેના પોતાના પતિના નાના ભાઈ સાથે સંબંધ ધરાવે છે.
વન નાઇટ સ્ટેન્ડ
બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સ્ટારર ‘વન નાઈટ સ્ટેન્ડ’ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેર પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા એક એવા પરિણીત કપલની છે જે બિઝનેસ ટ્રીપ પર જાય છે. આ સમય દરમિયાન, પતિ બીજી સ્ત્રીને મળે છે, જેની સાથે તે એક રાત વિતાવે છે.
મર્ડર
2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મર્ડર’ને કોઈ કેવી રીતે ભૂલી શકે? તેના ગીતો આજે પણ સુપરહિટ છે. આ ફિલ્મમાં ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત છે, જેમણે જબરદસ્ત ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. આ ફિલ્મમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર પણ બતાવવામાં આવ્યું છે.
ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે
કોંકણા સેન શર્મા અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે’ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મમાં ડોલી (કોંકણા સેન શર્મા) તેના પતિ સાથેના સંબંધોમાં ખુશ નથી, ત્યારબાદ તે ડિલિવરી બોય ઉસ્માન સાથે એક્સ્ટ્રા-મેરિટલ અફેર શરૂ કરે છે.