એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી બોલીવુડના જાણીતા એક્ટર છે. તેણે શીખ એક્ટ્રેસ અવનીત કૌર સાથે કે જે તેના કરતા 28 વર્ષ નાની છે તેની સાથે રોમાન્સ હતો અને બંનેનો કિસિંગ સીન જોઇને તો લોકોના હોંશ ઉડી ગયા હતા. ત્યારે હવે અવનીતે પોતે તેમના રોમાંસનો બચાવ કર્યો છે. અવનીત કૌર હવે બોલીવુડની જાણીતી અભિનેત્રી બની ગઇ છે. અવનીત હાલમાં 22 વર્ષની છે,
તેણે 8 વર્ષની ઉંમરે ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર’ સાથે એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ‘અલાદ્દીન’ અને ‘ચંદ્ર નંદની’ જેવા ટીવી શોમાં જોવા મળ્યા બાદ તે ‘મર્દાની’ અને ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. અવનીત કૌર વર્ષ 2023માં આવેલી ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’માં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
આ ફિલ્મ ઘણી વિવાદોમાં આવી ગઇ હતી કારણ કે આ ફિલ્મમાં 21 વર્ષિય અવનીતે 49 વર્ષિય નવાઝુદ્દીન સાથે રોમેન્ટિક સીન આપ્યો હતો. જ્યારે અવનીત કૌરને પૂછવામાં આવ્યું કે શું તેને તેના કરતા ઘણી મોટી ઉંમરના અભિનેતા સાથે કાસ્ટ કરવામાં સારું લાગ્યું, આના જવાબમાં તેણે કહ્યું, “અમને આ ઠીક લાગે છે. આવું નથી કે આ માત્ર મારી સાથે જ થયુ છે.
અવનીતે આગળ કહ્યું, “નવાઝુદ્દીન સાથે કોણ કામ કરવા માંગતું નથી?” અવનીત કૌરે બચાવ કરતા કહ્યું કે “જ્યારે સ્ક્રિપ્ટની વાત આવે છે… તમે ખરેખર ના કહી શકતા નથી.”