...
   

બોલો ચાલુ બાઈક પર રસ્તામાં જ હવામાં ઉડાડ્યા નોટના બંડલ, લોકો નોટ લેવા ભીડમાં મચાવી અફરા તફરી, વિડીયો વાયરલ

 

સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં આજકાલના યુવાનો શું-શું નથી કરતા… કેટલાક તો પોતાનો જીવ જોખમમાં મૂકીને રસ્તાઓ પર સ્ટંટ કરે છે તો કેટલાક હથિયારો લહેરાવી કાયદાની મજાક ઉડાવે છે. ત્યારે હાલમાં વધુ એક આવો મામલો સામે આવ્યો છે જે હૈદરાબાદનો છે. એક યુટ્યુબરે વાયરલ થવા માટે ચલણી નોટો શહેરના વ્યસ્ત રસ્તા પર ચાલુ બાઇકે ઉડાવી.

આ કૃત્ય બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી અને ટ્રાફિક થંભી ગયો હતો. લોકો નોટો લેવા માટે દોડી આવ્યા હતા, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાયરલ થઇ રહેલા વીડિયોમાં યુટ્યુબર હર્ષને એક વ્યક્તિની બાઇક પાછળ બેસેલો જોઇ શકાય છે. તે ભીડભાડ વાળા એરિયામાં યૂટયૂર ચાલતા બાઇકથી નોટોની ગડ્ડીને હવામાં ઉછાળે છે.

યૂટયૂબરના આ સ્ટંટ બાદ ત્યાંના લોકોમાં નાસભાગ મચી જાય છે. નોટ લૂંટવાના ચક્કરમાં લોકો આમ-તેમ દોડવા લાગે છે. યૂટયૂબરની આ હરકતથી લોકો અકસ્માતનો શિકાર પણ થઇ શકતા હતા. વીડિયો વાયરલ થયા બાદ ઘણા યુઝર્સ યૂટયૂબરની ધરપકડની માંગ કરી રહ્યા છે. એવા સમાચાર છે કે સાઇબરાબાદ પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે અને કુકટપલ્લી વિસ્તારમાં પૈસા ફેંકવા બદલ હર્ષની ધરપકડ કરી છે.

Shah Jina