કોલકાતા ડોક્ટર દુષ્કર્મ-હત્યા કેસને લઈને સમગ્ર દેશના લોકોમાં ગુસ્સો છે. મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે અને આ મુદ્દો હજુ પણ ગરમ છે. જો કે, ગુંડાઓને તેની પરવા નથી. ગઈકાલે ફરી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં બંગાળી અભિનેત્રી પાયલ મુખર્જી પર કેટલાક બાઇક સવારોએ હુમલો કર્યો. આ અકસ્માતથી અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ અને ગભરાઈ ગઈ. તેણે પોતે ફેસબુક પર લાઈવ આવી પોતાની આપવીતી સંભળાવી.
આ દરમિયાન સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે કેટલી ડરી ગઈ છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે, પાયલ મુખર્જી એક બંગાળી એક્ટ્રેસ છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ગઈકાલે અભિનેત્રી સાથે કંઈક એવું થયું કે જેને કારણે તે ખૂબ જ ડરી ગઈ. વાસ્તવમાં, પાયલે રડતા રડતા તેની આપવીતી વર્ણવી. તેણે કહ્યું કે જ્યારે તે સદર્ન એવન્યુ પર કારમાં જઈ રહી હતી, ત્યારે બાઇક પર સવાર ગુંડાઓએ તેને દરવાજો ખોલવાનું કહ્યું.
અભિનેત્રીએ કહ્યું કે તેઓ તેની સાથે ગેરવર્તન કરી રહ્યા હતા, એટલે જ્યારે તેણે દરવાજો ખોલવાની ના પાડી તો તેઓએ કાચ તોડી નાખ્યો. આ પછી તેમણે કારની અંદર સફેદ પાવડર નાખ્યો. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને બચાવી લીધી અને બાઇક સવારોની ધરપકડ કરી. બંગાળ પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. અભિનેત્રી પાયલ મુખર્જીએ ટોલીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પાયલનો આરોપ છે કે બાઇક સવાર આરોપી એમ.આઈ.અરસન કે જે કોલકાતા કમાન્ડ હોસ્પિટલમાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે, તેણે તેને ધમકી આપી હતી. અભિનેત્રીની કારના કાચ તોડી તેની સાથે ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કર્યો. હવે અભિનેત્રીની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ 126(1)/74/79/324(2)/351(1) BNS હેઠળ FIR નોંધી છે.
View this post on Instagram