બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અવારનવાર પોતાના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. ફેન્સની નજર તેના દરેક લુક પર ટકેલી હોય છે. ત્યારે હાલમાં મલાઈકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેને જોઇ યુઝર્સ ઘાયલ થઇ રહ્યા છે. મલાઈકા અરોરાનો આ હોટ અવતાર જોઈને ચાહકોના શ્વાસ પણ થંભી ગયા છે.
વીડિયોમાં મલાઈકા પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તે બિકીનીમાં સિઝલિંગ પોઝ પણ આપતી જોવા મળે છે. આ દરમિયાન મલાઇકાનું ફિગર અને ફિટનેસ જોઇ કોઇ ન કહી શકે કે તે 50 વર્ષની છે. મલાઇકાનો આ વીડિયો માલદીવ વેકેશનનો લાગી રહ્યો છે.
જણાવી દઇએે કે, મલાઈકા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. 50 વર્ષની ઉંમરે પણ તે તેના ટોન્ડ ફિગર અને બોલ્ડનેસથી યુવા અભિનેત્રીઓને માત આપે છે. થોડા સમય પહેલા જ મલાઈકા માલદીવમાં વેકેશન માણી રહી હતી અને ત્યાંથી એક્ટ્રેસે ઇન્સ્ટા પર ઘણી તસવીરો પણ શેર કરી હતી.
એક્ટ્રેસ બિકીની પહેરી પૂલમાં ધમાલ મચાવતી જોવા મળી હતી, ત્યારે એક્ટ્રેસે હવે માલદીવ વેકેશનનો વીડિયો શેર કર્યો છે જેને જોઇ ચાહકોના દિલની ધડકનો તેજ થઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે મલાઇકા પ્રોફેશનલ લાઇફની સાથે સાથે પર્સનલ લાઇફને લઇને પણ ચર્ચામાં રહે છે. એવા અહેવાલ છે કે મલાઇકા અને અર્જુન કપૂરનું બ્રેકઅપ થઇ ગયુ છે.
અરબાઝ ખાનથી અલગ થયા બાદ મલાઈકા અરોરાએ 2019માં પોતાના રિલેશનશિપને ઓફિશિયલ કરી દીધા હતા. પરંતુ હવે ઘણા વર્ષોના રિલેશન બાદ બંને અલગ થઇ ગયા છે.જો કે હજુ સુધી બંને તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
View this post on Instagram