તેલુગુ સ્ટાર નાગાર્જુનના કન્વેન્શન સેંટર પર ચાલ્યુ બુલડોઝર..
હૈદરાબાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી (Hydra) એ તેલંગાણામાં પ્રખ્યાત તેલુગુ અભિનેતા નાગાર્જુન સામે મોટી કાર્યવાહી કરી છે. હાઇડ્રાએ નાગાર્જુનના કન્વેન્શન હોલને બુલડોઝ કરી દીધો છે. હાઈડ્રા અને પોલીસની આ સંયુક્ત કાર્યવાહીમાં કન્વેન્શન હોલ તોડી પાડવામાં આવ્યો હતો. આ હોલ રંગારેડ્ડી જિલ્લાના શિલ્પરામમ પાસે બનાવવામાં આવ્યો હતો. આ જમીન FTL ઝોન હેઠળ આવે છે.
હાઈડ્રાએ શનિવારે સવારે જ હોલ તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. માધાપુર ડીસીપીએ કહ્યું કે હોલ પર કાર્યવાહીમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત હૈદરાબાદ ડિઝાસ્ટર રિસ્પોન્સ એન્ડ એસેટ્સ મોનિટરિંગ એન્ડ પ્રોટેક્શન (HYDRAA) એ 10 એકરમાં ફેલાયેલા તેલુગુ અભિનેતા નાગાર્જુનની માલિકીનું કન્વેન્શન સેન્ટર તોડી પાડ્યું હતું,
આ કન્વેન્શન સેન્ટરે તમ્મિડીકુંટા તળાવ પર અતિક્રમણ કરી રાખ્યુ હતું. તપાસમાં જાણવા મળ્યું કે કેન્દ્રનો 1.12 એકર વિસ્તાર તળાવના ફુલ ટેન્ક લેવલ (FTL)ની અંદર હતો, જ્યારે 2 એકરથી વધુ વિસ્તાર તળાવના બફર ઝોનમાં આવે છે. આ ગેરકાયદેસર બાંધકામ જમીનના ઉપયોગ અને પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન કરે છે. અહીં HYDRAAએ કડક કાર્યવાહી કરી છે.
અભિનેતા નાગાર્જુને હજુ સુધી આ ડિમોલિશન પર કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી. આ ઘટનાથી હૈદરાબાદમાં ખળભળાટ મચી ગયો છે અને એવું પણ માનવામાં આવે છે કે સરકાર અન્ય ગેરકાયદે બાંધકામો સામે પણ આવી જ કડક કાર્યવાહી કરવા જઈ રહી છે.કન્વેન્શન સેન્ટર કુલ 6.69 એકરમાં બનેલ છે, જેમાંથી 3.30 એકરમાં અતિક્રમણ છે.
#WATCH | Telangana: Officials of Hyderabad Disaster Management and Asset Protection Agency (HYDRAA), along with the police, carry out a demolition drive at N Convention Hall near Shilparamam in Rangareddy district. The hall reportedly belongs to Telugu actor Nagarjuna
“HYDRAA… pic.twitter.com/QBWgIBQS1f
— ANI (@ANI) August 24, 2024