દલજીત કૌર અને નિખિલ પટેલ વચ્ચેનો ઝઘડો જગ જાહેર થઇ ચૂક્યો છે. તેમના લગ્નને થોડા મહિના જ થયા છે અને હવે કેન્યાની કોર્ટમાં છૂટાછેડાની સુનાવણી ચાલી રહી છે. ત્યારે દલજીતે સોશિયલ મીડિયા પર કોર્ટમાં શું થયું તે લખ્યું અને ફરી એકવાર નિખિલ પર ગંભીર આરોપ લગાવ્યા. જો કે અભિનેત્રીએ હવે આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. કોર્ટમાં સુનાવણી બાદ દલજીત કૌર ગુસ્સે થઈ ગઈ હતી.
તેણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી અને કહ્યું કે નિખિલે લગ્ન સ્વીકારવાની ના પાડી દીધી છે. તો શું હું એક રખાત હતી જે પરિણીત સ્ત્રીની જેમ દરેક જગ્યાએ સાથે જતી હતી ? અભિનેત્રીએ કહ્યું કે આ તે બધા લોકો માટે છે જેઓ જાણવા માંગે છે કે આજે કોર્ટમાં શું થયું છે. દલજીતે આગળ કહ્યુ કે તેના વકીલ કોર્ટમાં માત્ર એક વાત સાબિત કરવા માગતા હતા કે લગ્ન નથી થયા.
જ્યારે FIR દર્જ કરાવી રહી હતી ત્યારે ભારતીય પોલિસે કહ્યુ હતુ કે ગવાહો સાથે પરંપરાઓ તેને જેલમાં નાખવા માટે કાફી છે. જોઇએ શું થાય છે. પણ લગ્નને ઇનકાર કરવાથી તેને અને તેના પરિવારને શરમ આવવી જોઇએ. શબ્દોને તોડ મરોડ કરી પેશ કરવી એ તમારી ખૂબી છે પણ હું પટેલ બનીને શર્મિંદા છું.
અભિનેત્રીએ કહ્યું કે હું એવા લોકોથી ડરતી નથી જે મને સાથ આપવાને બદલે ખૂણામાં છુપાયેલા છે. મેં એ વિચારીને મિત્રો બનાવ્યા કે તમે બધા ભારતીયોને જેમ છો જે સત્યની સાથે ઉભા છો. જણાવી દઈએ કે, નિખિલ પટેલ પહેલા દલજીતના લગ્ન શાલિન ભનોટ સાથે થયા હતા. જો કે ઘણા વર્ષો પછી બંનેએ છૂટાછેડા લીધા હતા.