...
   

રામ રાખે તેને કોણ ચાખે ! ટક્કર વાગી તો માતા-પિતા પડી ગયા પણ બાળકને લઇને ચાલતુ રહ્યુ બાઇક- પછી થયો આવો ચમત્કાર

જાકો રાખે સાઇયાં, માર સકે ન કોય…માતા-પિતા પડી ગયા પણ બાળકને લઇને ચાલતી રહી બાઇક, થયો એવો ચમત્કાર કે સહી સલામત બચ્યુ માસૂમ

તમે એ કહેવત તો સાંભળી જ હશે કે ‘જાકો રાખે સાઇયાં, માર સકે ન કોય…’. આનો અર્થ એ છે કે જો ભગવાન તમારી સાથે છે તો કોઈ તમારું કંઇ નહિ બગાડી શકે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ અવાક થઈ જશો. આ વીડિયો એક બાઇક એક્સિડન્ટનો છે પરંતુ તેમાં જે થાય છે તે વિશ્વાસ બહારની વાત છે.

અચાનક બાઇક કાર સાથે અથડાય છે અને સંતુલન ગુમાવવાને કારણે માતા-પિતા બંને બાઇક પરથી નીચે પડી જાય છે. પરંતુ બાળક સીટ પર બેઠું રહે છે અને બાઇક રસ્તા પર ઝડપથી આગળ વધતી જ જાય છે. બાઇક ઓછામાં ઓછા 500 મીટર સુધી આગળ વધે છે અને ડિવાઇડર સાથે અથડાયા બાદ બાળક બાઇક પરથી કૂદીને નીચે પડી જાય છે. વાસ્તવમાં બાળક ડિવાઇડર પરના ખૂબ જ નાના પરંતુ ગાઢ છોડ પર પડે છે, જેના કારણે તેનો વાળ પણ વાંકો નથી થતો.

બાઈક પડતાની સાથે જ કેટલાક લોકો બાળકને પકડવા દોડી જાય છે પણ બાળક જમીન પર સલામત હોય છે. વર્ષ 2018નો આ વિડિયો ફરી એકવાર વાયરલ થઇ રહ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ કોઈ ચમત્કારથી ઓછું નથી. અકસ્માત ખૂબ જ ભયાનક હતો જો કે બાળક બચી ગયો. અન્ય એક યુઝરે લખ્યું- ભગવાનનો હાથ ઉપર છે, તેને કંઈ નહિ થાય.

Shah Jina