મહિલા ક્રિકેટની નવી ક્રશ…કોહલી સાથે ઇન્સ્ટાગ્રામ ફોટોની ચાહતવાળી આ 22 વર્ષની ખૂબસુરત હસીના છે કોણ ? જાણો
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે. તેની બેટિંગના ઘણા લોકો દિવાના છે જેમાં ઘણા ક્રિકેટરો પણ સામેલ છે. ત્યારે હાલમાં કોહલીની ફેન એક 22 વર્ષની મહિલા ક્રિકેટરે તેની સાથે ફોટો ક્લિક કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડની મહિલા સ્પિનર ઝારા જેટલીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કહી રહી છે કે તે વિરાટ કોહલી સાથે એક ફોટો ક્લિક કરવા માંગે છે જેને તે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી શકે છે. તેણે એમ પણ કહ્યું કે તે તેને બોલિંગ પણ કરવા માગે છે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટર ઝારા જેટલીનો ફેવરિટ ક્રિકેટર છે. આ 22 વર્ષીય જેટલીએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં કોહલી વિશે વાત કરી હતી. ન્યુઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં વેલિંગ્ટન બ્લેઝ તરફથી રમતી ઝારાએ એમ પણ કહ્યું કે તેનું કોહલી સાથે ફોટો ક્લિક કરવાનું સપનું છે, જેને તે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી શકે છે.
પોડકાસ્ટમાં ઝારાએ કહ્યું, ‘આ મારા માટે ખૂબ જ મૂળભૂત બાબત છે. હું બોલિંગ કરવા માંગુ છું… મહિલાઓની રમત અઘરી છે, પરંતુ પુરુષોની રમતમાં હું વિરાટ કોહલીને બોલિંગ કરવા માંગુ છું. જો હું વિરાટ કોહલી સાથે ફોટો પાડી શકું અને તેને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી શકું તો તે મારું લક્ષ્ય હશે. બાદમાં ઝારાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં પણ સપનાનો ઉલ્લેખ પણ કર્યો અને લખ્યું, ‘વિરાટ કોહલી અને હું ચોક્કસપણે એક સાથે ફોટો લઈશું – મારા શબ્દોને યાદ રાખો !’