...
   

આ દિગ્ગજ ક્રિકેટર પર હત્યાનો કેસ દાખલ, જવું પડી શકે છે જેલ, નામ સાંભળીને ચોકી ઉઠશો, જાણો વિગત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન મુશ્કેલીમાં છે. શાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. બાંગ્લાદેશી ન્યૂઝ વેબસાઈટ ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ મુજબ, મૃતક રૂબેલના પિતા રફીકુલ ઈસ્લામે ઢાકાના અદબોર પોલીસ સ્ટેશનમાં સાકિબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. રૂબેલ એક ગાર્મેન્ટ વર્કર હતો જેનું મોત વિરોધ પ્રદર્શન દરમિયાન થયુ હતુ. શાકિબ અલ હસન ઉપરાંત બાંગ્લાદેશી અભિનેતા ફિરદૌસ અહેમદ સામે પણ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.

શાકિબ આ કેસમાં 28મો આરોપી છે જ્યારે ફિરદૌસ 55મો આરોપી છે. અન્ય આરોપીઓમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, ઓબેદુલ કાદર અને અન્ય 154નો સમાવેશ થાય છે. લગભગ 400-500 અજ્ઞાત લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. કથિત રીતે 5 ઓગસ્ટે રૂબેલના એડબોરમાં રિંગ રોડ પર એક વિરોધી માર્ચમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન કોઈએ સુનિયોજિત ગુનાહિત કાવતરાના ભાગરૂપે ભીડ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો, પરિણામે રૂબેલને છાતી અને પેટમાં ગોળી વાગી હતી.

રૂબેલને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ તેનું 7 ઓગસ્ટના રોજ મોત થયું હતું. જણાવી દઈએ કે શાકિબ અલ હસન અને ફિરદૌસ અહેમદ આ વર્ષે જાન્યુઆરીમાં આવામી લીગની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે, શેખ હસીના સરકારને સત્તા પરથી હટાવવાને કારણે બંનેએ તેમની સાંસદ સભ્યતા ગુમાવી દીધી હતી. શાકિબ અલ હસન હાલમાં પાકિસ્તાનના પ્રવાસ પર છે, જ્યાં બાંગ્લાદેશની ટીમ યજમાન દેશ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે,

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન હંમેશા પોતાની હરકતોને કારણે ચર્ચામાં રહે છે. તેણે ઘણી વખત અમ્પાયર સાથે ગેરવર્તણૂક પણ કરી છે અને ચાહકો સાથે મારપીટ પણ કરી છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં તેની ગ્રાઉન્ડ્સમેન સાથે હાથાપાઇ કરી હતી. એટલું જ નહીં શાકિબે ગ્રાઉન્ડસમેનનો ફોન પણ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

Shah Jina