ઓલંપિકની આ તસવીરો કેમ થઇ રહી છે વાયરલ, થોડા જ કલાકોમાં આવી ગઇ 6 મિલિયન લાઇક- જુઓ નીચે
પેરિસ ઓલિમ્પિક 2024 જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તેની લોકપ્રિયતાની સાથે સાથે લોકોનો તેમાં રસ પણ વધી રહ્યો છે. દરરોજ ઓલિમ્પિકની ઘણી પળોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાંથી કેટલીક લોકોના હૃદયમાં ઊંડી છાપ છોડી રહી છે. આમાંની કેટલીક તસવીરોએ હાલમાં આખી દુનિયામાં હલચલ મચાવી દીધી છે.
આ ફોટોઝ ખૂબ જ ખાસ છે અને તેને ફેમસ ફોટોગ્રાફર જેરોમ બ્રોઈલેટે લીધા છે, જે એએફપી સાથે કામ કરે છે. આ તસવીર ઓલંપિકમાં પુરુષોના સર્ફિગ રાઉન્ડ 2ના દરમિયાન બ્રાઝિલિયન સર્ફર ગ્રૈબિયલ મદીનાની છે. ફોટોગ્રાફરે મદિનાને હવામાં સર્ફિંગ કરતા કેપ્ચર કર્યો અને આ ફોટો સામે આવતા જ ઝડપથી ઈન્ટરનેટ પર ફેલાઈ ગયો. જેરોમ બ્રોઈલેટે આ ફોટો પાછળની વાર્તા કહી છે.
તેણે કહ્યું કે આ ફોટો ત્યારે લેવામાં આવ્યો હતો જ્યારે મદીના તેના જમણા હાથથી બોર્ડને હવામાં પકડીને આકાશ તરફ ઈશારો કરી રહ્યો હતો. હું પોતે આ તસવીર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો છું. મોજાઓ ખૂબ જ ઊંચા હતા, આવા સંજોગોમાં ફોટા પાડવા મુશ્કેલ છે. પરંતુ મેં આ કંડીશનનો ફાયદો ઉઠાવીને ચાર તસવીરો ખેંચી હતી, જેમાંથી આ શાનદાર શૉટ હતો.
જેવી જ સર્ફર ગેબ્રિયલ મદીનાએ તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ તસવીરને પોસ્ટ કરી કે થોડા જ કલાકમાં તેને 60 લાખથી વધુ લાઈક્સ મળી. આ તસવીર જોયા બાદ યુઝર્સ ખૂબ જ પ્રભાવિત થયા. સોશિયલ મીડિયા પર તેને ‘જાદુઈ’ કહેવામાં આવી રહ્યું છે. આ ફોટોએ જેરોમ બ્રોઇલેટના નસીબના દરવાજા ખોલી દીધા. ટાઈમ્સ મેગેઝીને પણ તેના ફોટોના વખાણ કર્યા અને તેને 2024ની શ્રેષ્ઠ તસવીરોમાં સામેલ કર્યો.