ભૂરી આંખો અને લપલપાતી જીભ…ગુફામાંથી નાગિન બની નીકળી મહિલા, 3 મહિનાથી હતી લાપતા- જુઓ વીડિયો

નાગિન બની નીલમ…ગુફામાં ભગવાને બોલાવી ! 72 દિવસ બાદ ઘરે પરત ફરી, બોલી- હવે હું નાગિનનું રૂપ છું

આ દિવસોમાં ઝારખંડના ગઢવા જિલ્લામાં એક છોકરી ચર્ચાનું કારણ બની છે જેનું કારણ એ કે તે પોતાના વિશે એવો દાવો કરી રહી છે કે તે નાગિન બની ગઇ છે અને આ વાત ફેલાયા બાદ દૂર-દૂરથી લોકો તેને જોવા તેના ઘરે પહોંચી રહ્યા છે. લગભગ 72 દિવસથી ઘરેથી ગુમ રહ્યા બાદ તે નાગિન બની ગઈ હોવાનું અને આટલા દિવસો સુધી ગુફામાં રહેતી હોવાનો દાવો કરી રહી છે. ગઢવા જિલ્લાના ખરાઉન્ધી પોલીસ સ્ટેશન વિસ્તારના હુસરુ ગામના વિશ્વનાથ ઉરાંવની પુત્રી સાધ્વી નીલમ 16 મેની રાત્રે તેના ઘરની નજીક સ્થિત મંદિરમાંથી ગુમ થયા બાદ 72 દિવસ બાદ ઘરે પરત ફરી.

નીલમના પિતાએ જણાવ્યુ- મંદિરથી અંતરધ્યાન થયા પહેલા પોતાની માં અમરાવતી દેવી અને ભાઇ ગૌતમને જણાવ્યુ કે હું ગુફામાંજવાની છું. તમે લોકો મંદિરને ક્ષત વિક્ષત ના થવા દેતા. આ પછી નીલમ 16 મેની રાત્રે અચાનક ગાયબ થઇ ગઇ. નીલમના પિતાએ આગળ જણાવ્યુ કે- અમે યુપીમાં ઝારખંડ બોર્ડર પર સ્થિત ગુપ્તા ધામની ગુફામાં ગયા અને ચાર વખત શોધ કરી પરંતુ કંઈ મળ્યું નહીં.

આ પછી 27મી જુલાઈના રોજ પુત્રી પત્ની અમરાવતી દેવીના સપનામાં આવી અને તેણે કહ્યું કે તે ગુપ્તધામમાં છે. અને નાગિનના રૂપમાં છે. આ પછી નીલમની માતા અને ભાઈ લગભગ 40 મીટર સુધી ગુફાની અંદર ગયા. ત્યારે જય મા કાલી, જય મા કાલીનો અવાજ સંભળાયો. આ પછી નીલમ ગુફામાં સ્થિત શિવલિંગની નજીક મળી આવી. ત્યારે નીલમે કહ્યુ કે- અત્યારે હું નાગિનના સ્વરૂપમાં છું, તમે અખંડ કીર્તન કરાવો.

આ પછી જ હું વાસ્તવિક શરીરમાં પાછી આવીશ. આ પછી ગુફાની અંદર 12 કલાક સુધી કીર્તન કરવામાં આવ્યું, ત્યારબાદ નીલમ તેના મૂળ શરીરમાં પાછી આવી અને મંદિરમાં આવી ગઇ. ગુપ્તા ધામથી હુસરૂ આવતા સમયે નીલમને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી. નીલમના આગમન બાદ ગામમાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીલમે કહ્યું કે તેને યાદ નથી કે શું થયું. તેને ગુફામાં જવુ હતું, જો તે આ વાત કોઇને કહેતી તો કોઈએ તેને જવા દીધી ન હોત.

પરંતુ ગુફામાંથી બહાર આવતાની સાથે જ તે ગુફામાં કેવી રીતે પહોંચી અને કેવી રીતે તે નાગિનમાંથી ફરી માનવ બની તે વિશે તેને કંઈ યાદ નથી. ત્યાં જે દેવતા હતા તેમણે નવ મહિના સુધી રહેવાનું કહ્યું હતું. પણ મેં આગ્રહ કર્યો અને ત્રણ મહિનામાં આવી ગઇ. મને સેવા કરવાનું કહેવામાં આવ્યું છે. ચાર દિવસ ધામમાં અને બે દિવસ ઘરે રહી સેવા કરવાની છે. આ દરમિયાન તેને કંઈપણ ખાવાનું નથી. તેણે ત્રણ મહિનાથી કંઈ ખાધું નથી.

 

View this post on Instagram

 

A post shared by purvanchal (@purvanchal51)

Shah Jina