બિકિની છોડી આ એક્ટ્રેસે પહેરી સાડી તો એક-એક થઇ ગયા લટ્ટુ, કમાલનું ફિગર છે, જોતા જ ઘાયલ થશો, જુઓ PHOTOS

આજકાલ અભિનેત્રીઓમાં બિકીની પહેરી બોલ્ડ એક્ટ્સ બતાવીને ચાહકોના દિલને ઘાયલ કરવાનું ચલણ વધી ગયું છે. આ જ કારણ છે કે મોટાભાગના સોશિયલ મીડિયા એકાઉન્ટ આવી તસવીરોથી ભરેલા છે. આવી અભિનેત્રીઓની લાંબી યાદી છે, પરંતુ તેમાંથી એક-બે ડીપનેક ડ્રેસ પહેરી બોલ્ડનેસની હદ પાર કરતી પણ જોવા મળે છે.

અમે ટીવી અને સિલ્વર સ્ક્રીન એક્ટ્રેસ સંજીદા શેખની વાત કરી રહ્યા છીએ, જે હાલમાં જ ફિલ્મ ‘ફાઇટર’ અને સંજય લીલી ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માં જોવા મળી હતી. સંજીદા શેખ જાણીતી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના શ્રેષ્ઠ ફોટા પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેણે સાડીમાં ઘણા ફોટા શેર કર્યા છે.

સંજીદા બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક હોવા સાથે સાથે ખૂબ જ સ્ટાઇલિશ પણ છે. સંજીદા આમ તો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમામ પ્રકારના ડ્રેસમાં ફોટા પોસ્ટ કરે છે, પણ તેનો સાડીનો લુક ચાહકોને ખૂબ જ પસંદ આવે છે. સંજીદા શેખે ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ સાડીઓમાં અદભૂત ફોટા પોસ્ટ કર્યા છે.

જેઓ નથી જાણતા તેમને જણાવી દઇએ કે 19 વર્ષની ઉંમરે તેણે અભિનયની શરૂઆત કરી હતી. તેણે અમિતાભ બચ્ચન, હેમા માલિની સ્ટારર ‘બાગબાન’માં નાનો રોલ કર્યો હતો. ચાહકોને ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું અને તેના માટે તેની પ્રશંસા પણ થઇ હતી.

વર્ષ 2005માં તમિલ ડેબ્યૂ કર્યા પછી સંજીદા શેખને ‘ક્યા હોગા નિમ્મો કા’ શોથી ટેલિવિઝન પર બ્રેક મળ્યો. તેનું પાત્ર ખૂબ પ્રખ્યાત થઈ ગયું, જો કે આ શો એક વર્ષમાં સમાપ્ત થઈ ગયો હતો.ટીવી ફેમ આમિર અને સંજીદાની પહેલી મુલાકાત ‘ક્યા દિલ મેં હૈ’ના સેટ પર થઈ હતી અને તેઓ તરત જ પ્રેમમાં પડ્યા અને એકબીજાને ડેટ કરવા લાગ્યા.

બાદમાં બંનેએ 2012માં લગ્ન કરી લીધા અને 9 વર્ષ સુધી સાથે રહ્યા. જો કે, તેઓ 2021માં અલગ થઈ ગયા હતા. આમિર અને સંજીદા એક સમયે તેમના સંબંધો માટે જાણીતા હતા. તેઓએ 2012માં લગ્ન કર્યા હતા. તેમને આયરા નામની પુત્રી પણ છે, જે સરોગસી દ્વારા પ્રાપ્ત થઇ છે.

Shah Jina