પિતાનું ઘર અને બાળપણના આંગણથી વિદાય, દહેલીઝ પૂજતા સમયે ધ્રુસકેને ધ્રુસકે રડી દુલ્હન- વીડિયો વાયરલ

લગ્નનો સૌથી ભાવનાત્મક ભાગ વિદાય છે, જ્યાં કન્યા તેના માતા-પિતાનું ઘર છોડીને તેના સાસરે જાય છે. તાજેતરમાં એક દુલ્હનનો ‘દેહલી પૂજા’ સેરેમનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કન્યા તેના ઘરની બહાર ધાર્મિક વિધિઓ કરતી અને પરિવારને ગળે લગાવીને રડતી જોઈ શકાય છે. @bhavikajoshi._ દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોમાં ઓવરલે ટેક્સ્ટમાં લખ્યુ છે- તમે તમારું ઘર છોડી રહ્યા છો: તમારા બાળપણને સમેટી રહ્યા છો.

કેપ્શનમાં દુલ્હને આ રિવાજના મહત્વ અને પોતાના વિચારો શેર કર્યા છે. તેણે લખ્યું- 6 વર્ષ ઘરથી દૂર રહ્યા પછી મેં વિચાર્યું કે મારી વિદાય કે લગ્ન પર તેની બહુ અસર નહીં પડે, પરંતુ હે ભગવાન, દરેક ક્ષણ મને અંદરથી મારી રહી છે. એ જાણીને કે હું મારા જીવનના સૌથી ખાસ લોકોને પાછળ છોડીને જઈ રહી છું. હું તે પૂજા દરમિયાન તૂટી ગઈ હતી. શું તમે તમારા ઘરને છેલ્લી વાર જોવાની કલ્પના કરી શકો છો ?

માનો કે ના માનો, લગ્ન પછી એક પણ દિવસ એવો નથી ગયો કે જ્યારે મેં મારા પરિવારને, મારા ઘરને કે મારા રૂમને યાદ ન કર્યા હોય. બાકીનું બધું જ સરળ લાગે જ્યાં સુધી તમારે તે કરવું ન પડે અને તમે તમારી જાતને એવી પરિસ્થિતિમાં ન અનુભવો. આ તમારી કલ્પના બહારની વાત છે. હું ફક્ત એટલું જ ઈચ્છું છું કે હું એક છેલ્લી વાર સમય પર જઈ શકું અને મારા બાળપણની દરેક ક્ષણને ફરીથી જીવી શકું.

તેની પોસ્ટના અંતે દુલ્હનએ અન્ય દુલ્હનોને એક સંદેશ આપ્યો કે – હું તમામ વર-વધૂઓને કહીશ : દરેક ક્ષણને તમારા પોતાના ઘરમાં, તમારા માતા-પિતા સાથે સંપૂર્ણ રીતે જીવો. મારા પર વિશ્વાસ કરો, વિદાયની ક્ષણ આવતાની સાથે જ તમને અફસોસ થશે કે તમે તેમની સાથે પૂરતો સમય વિતાવ્યો નથી. તેમને પ્રેમ કરો, તેમના માટે ત્યાં રહો. તેમણે તમને એટલા સક્ષમ અને મજબૂત બનાવ્યા છે કે તમે એક ઘર છોડીને બીજું બનાવી શકો છો. આ વીડિયો થોડા સમય પહેલા શેર કરવામાં આવ્યો હતો અને તેને 4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Bhavika Joshi Dani (@bhavikajoshi._)

Shah Jina