બહાદુર મહિલાને સલામ, દોરડાની જેમ સાપને સેકન્ડોમાં પકડી લીધો…વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે જ્યાં શું જોવા મળશે તે કહેવું મુશ્કેલ છે. ક્યારેક ડાન્સનો વીડિયો વાયરલ થાય છે તો ક્યારેક એવો વીડિયો વાયરલ થાય છે જે બહાદુરીનું ઉદાહરણ બની જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા એક સાપને પકડી રહી છે જે ઓફિસમાં એવી રીતે ઘૂસ્યો હતો કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
વીડિયો જોઈને લોકો મહિલાની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. લોકો સાપને પકડવા માટે મહિલાને બોલાવે છે. જ્યારે મહિલા સાપને પકડવાની તૈયારી કરે છે ત્યારે લોકોએ તેને ચેતવણી આપી હતી કે આ સાપ ખતરનાક છે અને ડંખ પણ મારી શકે છે. પરંતુ મહિલા ખચકાટ વગર સાપને પકડી લે છે. તે સાપને રસ્સી હોય તેમ પકડી રાખે છે. ત્યારપછી મહિલા સાપને પકડીને બોરીમાં નાખી દે છે.
આ વીડિયોમાં મહિલા જણાવે છે કે સાપ ઝેરી છે અને તે કદાચ ઉંદરની શોધમાં ઓફિસ આવ્યો હોઇ શકે. વધુમાં તે લોકોને એવી સલાહ પણ આપે છે કે જો તેઓ આગલી વખતે સાપને જુએ તો ખતરનાક પગલાં ન ભરે અને માત્ર સાવધાન રહે. આ વીડિયો @moronhumor નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2.9 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – મને લાગ્યું કે તે HDMI કેબલને ઠીક કરવા આવી છે જે કદાચ ઢીલો થઇ ગયો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- સાપને પકડવાની રીત થોડી કેઝ્યુઅલ છે. કેટલાક યુઝર્સને આશ્ચર્યજનક લાગ્યું કે મહિલાએ સાપને આટલી સરળતાથી પકડી લીધો.
I first thought she’s here to fix the HDMI cable that might have come loose 😭😭 pic.twitter.com/U3vt3o53R2
— Yo Yo Funny Singh (@moronhumor) July 27, 2024