કોલ્ડ ડ્રિંકથી ભરેલ ટ્રક પલટ્યો અને મચી ગઇ લૂંટ, રોડ અકસ્માતનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો સમાજનું સત્ય ઉજાગર કરે છે. એવા વિડીયો બતાવે છે કે માનવી કેટલો અસંવેદનશીલ બની ગયો છે. જ્યાં કોઈને મદદની જરૂર હોય ત્યાં લોકો પોતાના ફાયદા વિશે વિચારતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટ્રકનો અકસ્માત થયો પરંતુ મદદ કરવાને બદલે એક વ્યક્તિ કોલ્ડ ડ્રિંકની બોટલ લૂંટી લઈ જઇ રહ્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ટ્રક અકસ્માતનો ભોગ બની છે, ડિવાઈડર સાથે અથડાયા બાદ સામાન રસ્તા પર વેરવિખેર થઈ જાય છે. આ ઘટના દરમિયાન ફોન પર વાત કરતી વખતે એક વ્યક્તિ આવે છે અને કોલ્ડ ડ્રિંકની બોટલનું મોટું પેકેટ ઉપાડે છે અને જતો રહે છે. ત્યાં કોઈને મદદની જરૂર છે કે કેમ તે જોવા માટે કોઈ એક વાર પણ પાછળ જોતું નથી.
આ વીડિયો ગાઝિયાબાદના લાલ કુઆં હાઈવેનો હોવાનું કહેવાય છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને ‘આપદા મેં અવસર’ કહી રહ્યા છે. જ્યાકે કેટલાક લોકોના મતે માનવતા એટલી બદલાઈ ગઈ છે કે મુશ્કેલ સમયમાં પણ લોકો એકબીજાને સાથ આપવાને બદલે પોતાનો ફાયદો શોધી રહ્યા છે.
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 26, 2024