ઉપરવાસમાં સારો વરસાદ થતા ગુજરાતના મીની કાશ્મીર ગણાતો આ ધોધ થયો જીવંત, સહેલાણીઓ પ્રકૃતિનો વૈભવ માણવા પહોંચ્યા

ખુશખબરી: ગુજરાતમાં આ જગ્યાએ મીની કાશ્મીર ગણાતો ધોધ થયો જીવંત, પ્રવાસીઓ ઉમટી પડ્યા, તમે ગયા કે નહિ, વાંચો ડિટેઇલ

Mini Kashmir Sunsar Falls : ગુજરાતમાં હાલ ચોમાસાનો માહોલ જબરદસ્ત જામ્યો છે, મોટાભાગના વિસ્તારો પાણી પાણી થઇ ગયા છે, ઘણા વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે સારા એવા વરસાદના કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. એવામાં નદીઓ અને ઝરણાઓ પણ ખડખડ વહેવા લાગ્યા છે અને હવે સહેલાણીઓ પણ રજા મળતા જ આવી પ્રાકૃતિક જગ્યાનો આનંદ માણવા માટે પહોંચી રહ્યા છે.

ત્યારે ગુજરાતના મીની કાશ્મીર ગણવામાં આવતા ભિલોડા પાસે આવેલો સુનસર ધોધ પણ ઉપરવાસમાં સારો વરસાદ થવાના કારણે જીવંત થઇ ગયો છે અને ત્યાંની પ્રકૃતિ પણ આકર્ષણનું કેન્દ્ર બની છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ સુનસરનો ધોધ જોવા માટે પહોંચી રહ્યા છે. ભીલોડા પાસે આવેલા સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે આવેલા ડુંગર પરથી વહેતો ધોધ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

દર વર્ષે સારા વરસાદ બાદ આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠે છે, સાથે જ આસપાસની મનમોહક પ્રકૃતિ પણ પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. જેના કારણે મોટી સંખ્યામાં લોકો આ ધોધ જોવા માટે આવી પહોંચતા હોય છે. હાલ સારા વરસાદ બાદ પણ હવે આ ધોધ જીવંત થયો છે અને પ્રવાસીઓબનો ઘસારો પણ હવે ત્યાં જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Modasa City (@modasa_city)

Niraj Patel