ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાને શેલ્ફી શેર કરી બતાવ્યા કીમોથેરેપીના નિશાન, ‘સારો સમય આવશે’

હિના ખાન આ દિવસોમાં તેના જીવનના ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તે બ્રેસ્ટ કેન્સરના છેલ્લા સ્ટેજમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. જો કે, કેન્સર જેવી ખતરનાક બિમારી પણ હિનાનું મનોબળ ન ડગમગાવી શકી અને આજે પણ તે એટલી જ મજબૂત છે જેટલી પહેલા હતી.

હિના ખાન સામાન્ય જીવનમાં પાછા આવવા માટે કીમોથેરાપી લઈ રહી છે અને ફોટા શેર કરીને પોતાના માટે પ્રાર્થનાની અપીલ કરતી રહે છે. હિના ખાને હાલમાં જ એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે આત્મવિશ્વાસથી તેની કીમોથેરાપીના નિશાન દેખાડી રહી હતી. ચાહકોને હિના ખાનની પોઝિટીવિટી અને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.

દરેક વ્યક્તિ તેના જુસ્સાના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ તસવીરમાં હિના હસતી અને હિંમતભેર જીવન જીવતી જોવા મળી રહી છે. ફોટો શેર કરીને હિના ખાને સંકેત આપ્યો છે કે તેના જીવનમાં કંઈક સારું થવાનું છે. તેણે તસવીરમાં જે ટી-શર્ટ પહેરી છે તેના પર લખેલું છે – ‘સારો સમય આવવાનો છે’. ફોટો શેર કરતી વખતે હિનાના ચહેરા પર કોઈ ટેન્શન નથી જોવા મળી રહ્યુ.

જણાવી દઈએ કે હિના ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. કોકિલાબેન હોસ્પિટલના હાઉસકીપિંગ વિભાગે હિના માટે એક ભાવનાત્મક નોટ પણ શેર કરી હતી. આ નોટમાં સ્ટાફે હિના જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

હિનાએ હાથથી લખેલી નોટનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ નોટે તેને કેવી રીતે પ્રોત્સાહિત કરી અને પ્રેરણા આપી. હિના ખાન અવારનવાર કીમોથેરાપી સેશન દરમિયાન થતી પીડાની તસવીરો શેર કરતી રહે છે. જો કે હિના ખાન ભલે કેન્સર સામે ઝઝૂમી રહી હોય, પરંતુ તે કામમાં ઘણી સક્રિય છે.

Shah Jina