ઓલમ્પિકમાં ભારતીય એથ્લિટ્સના ડ્રેસ પર છપાયેલા લોગોને લઈને થયો મોટો વિવાદ, શું છે કારણ ? જુઓ

આખરે શા કારણે પેરિસ ઓલમ્પિકમાં ભારતીય એથ્લિટ્સના ડ્રેસ પર છેડાયો વિવાદ, લોકોએ કહ્યું “ના બ્લાઉઝનું ફિટિંગ.. ના સાડીઓ…” જુઓ

Indian athletes dress controversy : પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. રવિવારે શૂટર મનુ ભાકરે ભારતનો પહેલો મેડલ જીત્યો હતો. મનુ ભાકરે શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે શૂટિંગમાં ભારત માટે મેડલ જીતનારી પ્રથમ મહિલા બની હતી, પરંતુ આ દરમિયાન ભારતીય એથ્લેટ્સ બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે તેમના ડ્રેસની ગુણવત્તા. વાસ્તવમાં, ભારતીય ખેલાડીઓએ સમારોહમાં જે ડ્રેસ પહેર્યો હતો તેને લઈને વિવાદ થયો છે.

આ સંબંધમાં, આ ડ્રેસ ડિઝાઇન કરનાર ડિઝાઇનર તરુણ તાહિલિયાની પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. યુઝર્સ પણ આ કપડાને સસ્તા અને ખોટા ગણાવીને પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઓલિમ્પિક સમારોહની સાંજે જ્યારે ભારતીય ખેલાડીઓની તસવીરો વિશ્વ સમક્ષ જાહેર કરવામાં આવી ત્યારે વિવાદ શરૂ થયો હતો. ત્યારથી, એથ્લેટ્સના ડ્રેસની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.

મોટાભાગના યૂઝર્સને એથ્લેટ્સના ડ્રેસ પસંદ ન આવ્યા, કેટલાક લોકોએ કહ્યું કે આટલી મોટી ઈવેન્ટમાં ભારતીય કપડાને દુનિયા સમક્ષ પ્રદર્શિત કરવાની તક જતી રહી. આ ઉપરાંત, કેટલાક યુઝર્સે ફરિયાદ કરી કે શા માટે ડિઝાઇનરે આ ડ્રેસમાં તેના લોગોનો ઉપયોગ કર્યો. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું- તરુણ તાહિલિયાનીએ આ ડ્રેસ ડિઝાઇન કર્યો છે, તેણે ડ્રેસની કિનારીઓ પર તસ્વા લોગો પણ લગાવ્યો છે.

આ પ્રતિક્રિયા આપતી વખતે એક યુઝરે કહ્યું- ભારતની સંસ્કૃતિ સૌથી વધુ વૈવિધ્યસભર અને અદ્ભુત છે, જ્યાં દરેક ક્ષેત્રનો પરંપરાગત પહેરવેશ પોતાની આગવી ઓળખ બનાવે છે, તેમ છતાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો આ પ્રયાસ તદ્દન અભદ્ર છે. જેણે પણ આ ડિઝાઇન કર્યું છે તેની ફેશન સેન્સ ખરાબ છે. ડિઝાઈનર તરુણ તાહિલિયાનીએ આ વિવાદો પર પોતાનો ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું કે તેનો હેતુ એથ્લેટ્સ માટે આરામદાયક કપડાં બનાવવાનો છે અને સૌંદર્ય શાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નથી. અમને એથ્લેટ્સ તરફથી ડ્રેસ અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને તેઓ તેનાથી ગર્વ અને સંતોષ અનુભવી રહ્યા છે.

Niraj Patel