દેશની જાણીતી ટેલિકોમ કંપની Jio અવારનવાર પોતાના યુઝર્સ માટે અલગ-અલગ પ્લાન લઈને આવી રહી છે. Jio પાસે સસ્તાથી લઈને મોંઘા ઘણા પ્લાન છે, જેમાં યુઝર્સ તેમની સુવિધા અનુસાર પ્લાનનો લાભ લઈ શકે છે. જણાવી દઈએ કે 3 જુલાઈએ Jio એ પોતાના રિચાર્જ પ્લાનને 25 ટકા મોંઘા કરી દીધા હતા. ત્યારે હવે કંપનીએ 4G ફીચર ફોન માટે એક નવું પ્રીપેડ પેક રજૂ કર્યું છે.
આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલિંગ, 5G ડેટા, OTT સબસ્ક્રિપ્શન અને સસ્તા ફોન ઓફર કરી રહી છે. Jioના અન્ય પ્લાનની જેમ આ પ્લાનમાં પણ યુઝર્સને ફ્રી OTT ફેસિલિટી અને અનલિમિટેડ કોલ મળશે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 42 GB ડેટાનો લાભ મળશે. આ પ્લાનની કિંમત 299 રૂપિયા છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. આ ઉપરાંત અનલિમિટેડ કૉલિંગ સાથે કુલ 42GB ડેટા ઉપલબ્ધ છે. એટલે કે દરરોજ 1.5GB ડેટા મળશે.
આ સિવાય તમે દરરોજ 100 SMS પણ મોકલી શકશો. આ સિવાય તમને Jio TV, Jio Cinema અને Jio Cloud મળશે. ડેટા ખતમ થયા બાદ તમને 64kbpsની સ્પીડ મળશે. જો કે, આ પ્લાનમાં તમે Jio સિનેમા પ્રીમિયમનો લાભ મેળવી શકશો નહીં. આ માટે તમારે Jioનું અલગ સબસ્ક્રિપ્શન લેવું પડશે, જેમાં 28 દિવસની વેલિડિટી માટે દરરોજ 2GB ડેટા સાથે 349 રૂપિયાનો અનલિમિટેડ 5G પ્લાન છે. આ પ્લાનમાં તમને અન્ય ટેલિકોમ કંપનીઓ કરતાં વધુ લાભ મળશે.