અનંત અંબાણીની સાળીને જોઈ તમે? અત્યાર સુધીનો સૌથી બેસ્ટ લુક આવ્યો સામે, ઓફ શોલ્ડર ગાઉનમાં દેખાઈ, જુઓ તસવીરો
જ્યારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના વેડિંગ ફંક્શન્સ શરૂ થયા છે ત્યારથી અંજલિ મર્ચન્ટ ચર્ચામાં છે. નવી નવેલી દુલ્હન રાધિકાની મોટી બહેનની સ્ટાઈલ લોકોને એટલી પસંદ આવી રહી છે કે દરેક ફંક્શનમાં બધાની નજર તેના પર જ અટકેલી રહેેતી અને તેણે પોતાની સુંદરતાથી બધાને દિવાના પણ બનાવી દીધા હતા. ઘણી વખત ફેશનની બાબતમાં તે તેની બહેન રાધિકાને ટક્કર આપતી જોવા મળી.
ત્યારે હવે અનંત અને રાધિકાના લગ્ન બાદ આખો પરિવાર લંડન પહોંચી ગયો છે. જ્યાં દરેકે પોતાના નજીકના મિત્રો અને પરિવાર સાથે કપલના લગ્નની પાર્ટી કરી. આ પાર્ટીમાંથી અંજલિનો નવો લુક સામે આવ્યો છે, જેને જોઈને તમે રાધિકાને પણ ભૂલી જશો. અંજલિની મેકઅપ આર્ટિસ્ટ મીરા સખરાનીએ વ્હાઇટ ગાઉનમાં તેનો નવો લુક શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
મીરાએ જણાવ્યું કે લંડનમાં આયોજિત એક્સક્લુઝિવ પાર્ટીમાં હસીનાનો આ સૌથી અદભૂત લુક છે. જેમાં તેણે બોહેમિયન વાઇબ્સ આપી બધાના દિલ જીતી લીધા. અંજલિને મીરાએ આ લુકમાં સ્ટાઈલ કરી હતી. અંજલિ વ્હાઇટ બોડી ફીટ ગાઉનમાં જોવા મળી. જેનો ઉપરનો ભાગ ફેબ્રિકનો બનેલો છે, અને તેના મિડ્રિફ એરિયાને ફ્લોન્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ફુલ સ્લીવ્ઝ પણ આ જ ફેબ્રિકમાંથી બનેલા છે.
તેનું ઓફ શોલ્ડર ગાઉન પ્લીટ્સ ઉમેરીને બનાવવામાં આવ્યુ હતુ, જે સ્લીવ્ઝના અમુક ભાગને આવરી લેતુ હતુ. ઓલ વ્હાઇટ લુકમાં થોડો રંગ ઉમેરવા માટે અંજલિએ ગોલ્ડ જ્વેલરી પસંદ કરી હતી. આ સાથે માથા પર એક સુંદર હેર એસેસરી કેરી કરી હતી.
View this post on Instagram