ભારતીય છોકરી લઇ આવી કોરિયન જમાઇ, પતિને પહેરાવી લુંગી ને સાસુને પહેરાવી સાડી- પોતાના હાથે કર્યા તૈયાર
આ દિવસોમાં એક કપલનો ખૂબ જ ક્યૂટ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેણે સોશિયલ મીડિયા યૂઝર્સના દિલ જીતી લીધા છે. વીડિયોમાં ભારતીય પરંપરાગત આઉટફિટમાં કોરિયન છોકરો તેની ભારતીય ગર્લફ્રેન્ડ સાથે ફોટોશૂટ કરાવતો જોવા મળે છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે.
કોરિયન છોકરો તેની ભારતીય ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ભારત આવ્યો છે. આ દરમિયાન તેણે યોગ્ય ભારતીય કપડાં પહેર્યા છે. સાઉથ ઈન્ડિયન યુવતી તેના વરને ઈન્ડિયન લુકમાં સજાવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાએ પરંપરાગત સિલ્કનો શર્ટ અને લુંગી પહેરી છે.
તૈયાર થયા બાદ કપલ ફોટોશૂટ પણ કરાવે છે. આ એક હૃદયસ્પર્શી દૃશ્ય છે, જે લોકોના ચહેરા પર સુંદર સ્માઇલ લાવી રહ્યુ છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર saji_makeupmagician નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળ્યા છે, જ્યારે 2 લાખથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
View this post on Instagram